Site icon

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસે બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લેશે સાત ફેરા, રિસેપ્શનની તારીખ પણ થઈ ફાઈનલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર 

આ દિવસોમાં મનોરંજન જગતના ઘણા કલાકારો લગ્ન કરી રહ્યા છે. આવી જ કેટલીક એક્ટ્રેસમાંથી એક ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ છેલ્લા ઘણા દિવસોથી પોતાના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષથી અભિનેત્રીના લગ્ન વિશે સમાચાર છે કે તે ટૂંક સમયમાં સાત ફેરા લેશે.જો કે હજુ સુધી તેમના લગ્નની તારીખ અંગે કોઈ માહિતી સામે આવી ન હતી. આવી સ્થિતિમાં હવે તેના ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. હવે, અભિનેત્રીના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે. વરુણ બંગેરાને લાંબા સમયથી ડેટ કરી રહેલી કરિશ્મા તાજેતરમાં મુંબઈમાં સ્પોર્ટ કરવામાં આવી હતી.જોકે, સ્થળ પર હાજર ફોટોગ્રાફરોને જોઈને બંને અલગ થઈ ગયા હતા. આ દરમિયાન વરુણ આગળ વધ્યો, જ્યારે કરિશ્માએ ફોટોગ્રાફરને પોઝ આપ્યો. તસવીરો ક્લિક કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે વરુણને આ બધું પસંદ નથી. એટલું જ નહીં આ દરમિયાન તેણે પોતાના લગ્નની તારીખ વિશે પણ મહત્વની માહિતી શેર કરી હતી.

ફોટોઝ ક્લિક કરતી વખતે જ્યારે ફોટોગ્રાફરે કરિશ્માને તેના લગ્નની તારીખ પૂછી તો તેણે જવાબ આપ્યો કે લગ્ન 5 ફેબ્રુઆરીએ થશે. આ સિવાય સમાચાર મુજબ લગ્ન બાદ બંને 6 ફેબ્રુઆરીએ રિસેપ્શન આપશે અને 4 ફેબ્રુઆરીએ કપલની મહેંદી સેરેમની યોજાશે.કોરોનાના વધતા જતા કેસ અને પ્રતિબંધોને જોતા, અભિનેત્રીના લગ્નમાં કયા સેલેબ્સ હાજરી આપે છે તે જોવું રસપ્રદ બની શકે છે.અભિનેત્રી કરિશ્મા તન્નાએ ગયા વર્ષે નવેમ્બરમાં તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ પોતાની તસવીર શેર કરીને તેણે પોતાના સંબંધોને પણ ઓફિશિયલ કર્યા હતા. તેમના સંબંધોના થોડા સમય બાદ આ કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

સામંથા રુથ પ્રભુએ બોલિવૂડ ના આ સુપરસ્ટાર ને ચોરી કરતા રંગે હાથે પકડ્યો, પોસ્ટ કરી લખ્યું – ફિલ્મો નો પોલીસ ઓફિસર બન્યો ચોર; જાણો શું છે મામલો

વર્ક ફ્રન્ટ ની  વાત કરીએ તો અભિનેત્રી ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહીં તો મિલેંગે, જીની ઔર જુજુ, કયામત કી રાત અને અદાલત જેવી ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. આ સિવાય તે બિગ બોસ 8, નચ બલિયે 7 અને ઝલક દિખલાજા 9 જેવા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચુકી છે.આ સાથે અભિનેત્રી ખતરોં કે ખિલાડીની 10મી સીઝનની વિનર પણ બની હતી. ફિલ્મોની વાત કરીએ તો તેણે વર્ષ 2005માં ફિલ્મ દોસ્તી ફ્રેન્ડ્સ ફોરએવરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે ગ્રાન્ડ મસ્તી, ગોલુ ઔર પપ્પુ, સંજુ, સૂરજ પર મંગલ ભારી અને લાહોર કોન્ફિડેન્શિયલમાં જોવા મળી છે.

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version