Sunjay kapur Death: શું કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર ને થઇ ગયો હતો તેના મૃત્યુ નો આભાસ? ઉદ્યોગપતિ ની પોસ્ટ જોઈ લોકો એ લગાવ્યું અનુમાન

Sunjay kapur Death: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર નું હાર્ટ એટેકથી નિધન થયું છે. સંજય એ મૃત્યુ ના ત્રણ દિવસ પહેલા સંજય કપૂરે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને સમય ને લઈને કહ્યું હતું.

by Zalak Parikh
Sunjay kapur Death, Karisma Kapoor, Heart Attack, Social Media Post,

News Continuous Bureau | Mumbai

Sunjay kapur Death: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર નું 53 વર્ષની ઉંમરે હાર્ટ એટેક થી નિધન થયું છે. યુકેમાં પોલો રમતી વખતે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને ઘટનાસ્થળે જ તેનું અવસાન થયું. તેના મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું – “તમારો સમય પૃથ્વી પર ઓછો છે…” જેને લઈને લોકો કહી રહ્યા છે કે તેને પોતાનો અંત નજીક હોવાનો અંદાજ આવી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Ramayana Starcast: રણબીર કપૂર ની રામાયણ માં આ રોલ માટે પ્રિયંકા ચોપરા નો કરવામાં આવ્યો હતો સંપર્ક, અભિનેત્રી નું ફિલ્મ ના કરવા પાછળ નું કારણ આવ્યું સામે

અંતિમ પોસ્ટ અને લોકોની પ્રતિક્રિયા

સંજય કપૂરે તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા એક “મંડે મોટિવેશન” પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે “પ્રોગ્રેસ માટે બોલ્ડ ઓપ્શન જોઈએ, પર્ફેક્ટ કન્ડીશન નહીં.” આ સાથે તેમણે ઉમેર્યું હતું – “તમારો સમય પૃથ્વી પર ઓછો છે…” આ પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે અને લોકો તેને તેમના મૃત્યુ સાથે જોડીને જોઈ રહ્યા છે.


મૃત્યુના છ કલાક પહેલા સંજય કપૂરે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું – “એર ઈન્ડિયા ની દુઃખદ દુર્ઘટનાની ભયાનક ખબર. મારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે.”


સંજય કપૂર અને કરિશ્મા કપૂર ના લગ્ન 2003માં થયા હતા. બંનેના બે સંતાન છે – સમાયરા અને કિયાન. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More