Site icon News Continuous Bureau | Mumbai

Karisma Kapoor: સંજય કપૂર ના નિધન બાદ અધધ આટલા કરોડની પ્રોપર્ટી માં હિસ્સો માંગવાની તૈયારી કરી રહી છે કરિશ્મા કપૂર!

Karisma Kapoor: સંજય કપૂર ના નિધન બાદ તેની 30000 કરોડ ની સંપત્તિ વિવાદ માં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા કપૂર આ સંપત્તિ માં હિસ્સો માંગવાની તૈયારી કરી રહી છે.

Karisma Kapoor May Claim Share in Ex-Husband Sunjay Kapur 30,000 Crore Estate

Karisma Kapoor May Claim Share in Ex-Husband Sunjay Kapur 30,000 Crore Estate

News Continuous Bureau | Mumbai

Karisma Kapoor: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર તેના પૂર્વ પતિ સંજય કપૂરની મૃત્યુ બાદ હવે તેના 30,000 કરોડ ના સંપત્તિ વિવાદમાં જોડાઈ ગઈ છે. 12 જૂન 2025ના રોજ સંજયનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું, પરંતુ હવે તેના મૃત્યુની પરિસ્થિતિઓ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કરિશ્મા તેના બાળકો સમાયરા અને કિયાન માટે સંપત્તિમાં હિસ્સો માંગવાની તૈયારીમાં છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt War 2: શું રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે વોર 2 માં જોવા મળશે આલિયા ભટ્ટ? અભિનેત્રી ની એક પોસ્ટ એ આપ્યો સંકેત

કરિશ્મા કપૂર માંગી શકે છે બાળકો માટે હક

કરિશ્મા અને સંજય નું લગ્નજીવન 2003થી 2016 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમના બે બાળકો થયા. છૂટાછેડા સમયે, સંજયે તેના બાળકોના નામે ૧૪ કરોડ રૂપિયાના બોન્ડ લીધા હતા, જેના પર વાર્ષિક ૧૦ લાખ રૂપિયાનું વ્યાજ મળતું હતું. કરિશ્માને બાળકોની કસ્ટડી મળી અને સંજયને તેમને મળવાનો અધિકાર મળ્યો. મુંબઈમાં એક મિલકત પણ કરિશ્માને સોંપવામાં આવી.રિપોર્ટ અનુસાર, કરિશ્મા કાયદેસર રીતે તેમના બાળકો માટે સંપત્તિમાં હિસ્સો માંગે તેવી શક્યતા છે. જોકે, હજુ સુધી કરિશ્મા તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.


સંજય કપૂરની માતા રાની કપૂરે દાવો કર્યો છે કે તેઓ “સોના ગ્રુપ”માં સૌથી વધુ હિસ્સેદાર છે અને સંપત્તિની અસલી વારસદાર છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો કંપની પર કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે અને AGM પહેલા દબાણ હેઠળ તેમની દસ્તાવેજો પર સહી કરાવી હતી. સંજયના મૃત્યુને હૃદયરોગના હુમલા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ રાની કપૂરે આ પરિસ્થિતિ પર શંકા વ્યક્ત કરી છે. તેમના વકીલ દ્વારા જણાવાયું કે તેઓ આ ઘટનાને “ફ્રીક એક્સિડન્ટ” તરીકે ડિસમિસ કરવાને બદલે સાચી હકીકત બહાર લાવવાની માંગ કરી રહ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version