Site icon News Continuous Bureau | Mumbai

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે

Kartik Aaryan Birthday Special: કાર્તિક આર્યન આજે તેનો 35 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. 3 વર્ષ સુધી ફિલ્મ માટે સંઘર્ષ, ‘પ્યાર કા પંચનામા’થી શરૂ થયેલી સફર આજે સુપરસ્ટાર સુધી પહોંચી

Kartik Aaryan Birthday Special: From Struggling for 3 Years to Becoming a Bollywood Star know actor Inspiring Journey

Kartik Aaryan Birthday Special: From Struggling for 3 Years to Becoming a Bollywood Star know actor Inspiring Journey

News Continuous Bureau | Mumbai

Kartik Aaryan Birthday Special: બોલીવુડના યુવા દિલોની ધડકન કાર્તિક આર્યન આજે પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરથી આવેલા કાર્તિકે નાની ઉંમરે જ ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવાનું સપનું જોયું હતું. પરંતુ મુંબઈ પહોંચ્યા પછી તેને ભારે સંઘર્ષ કરવો પડ્યો. એક સમય એવો હતો જ્યારે તેઓ 12 લોકો સાથે એક રૂમમાં રહેતો હતો.કાર્તિકનું અસલી નામ કાર્તિક તિવારી છે, પરંતુ પાછળથી તેણે પોતાનું નામ બદલી નાખ્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર

સંઘર્ષના દિવસો

કાર્તિકે પોતાના પરિવારને કહ્યું હતું કે તે અભ્યાસ માટે મુંબઈ જઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં તે એક્ટર બનવા માટે આવ્યો હતો.. તેણે કોલેજમાં એડમિશન લીધું અને સાથે સાથે ફિલ્મોના ઓડિશન માટે દરવાજા ખટખટાવ્યા. સંઘર્ષના દિવસોમાં કાર્તિક 12 લોકો સાથે એક રૂમમાં રહેતો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું, “પહેલી ફિલ્મ માટે મને બે-ત્રણ વર્ષ લાગી ગયા હતા. હું ફેસબુક પર ઓડિશન શોધતો હતો, પણ યોગ્ય ફિલ્મનું ઓડિશન મળતું નહોતું. અઢી વર્ષ આમાં જ પસાર થઈ ગયા.” ત્યારબાદ તેને આ જ રીતે ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મ મળી.


કાર્તિક આર્યનની પહેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. ત્યારથી, તેણે ‘પ્યાર કા પંચનામા 2’, ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’, ‘લુકા છૂપી’, ‘પતિ પત્ની ઔર વો’, ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘ભૂલ ભુલૈયા 3’ જેવી ફિલ્મોથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. હવે કાર્તિક એક ફિલ્મ માટે 40 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. કાર્તિક ની નેટવર્થની વાત કરીએ તો, તે આશરે 250 કરોડ રૂપિયા નો માલિક બની ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version