News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર્સ (Bollywood stars) પોતાની પર્સનલ લાઈફને (Personal life) લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ચાહકો પણ હંમેશા પોતાના ફેવરિટ સ્ટાર્સની (favorite stars) પ્રોફેશનલ લાઈફથી (professional life) લઈને પર્સનલ લાઈફ જાણવા માટે ઉત્સુક હોય છે. સ્ટાર્સની નવી તસવીરોથી લઈને તેમની જૂની તસવીરો પણ સોશિયલ મીડિયા (social media) પર છવાયેલી રહે છે. પરંતુ સ્ટાર્સની બાળપણની તસવીરો (childhood photo) ઘણી હેડલાઇન્સ બનાવે છે. આજે અમે તમને એક એવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક નેનો છોકરો આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (film industry) સાથે સાથે લાખો દિલો પર રાજ કરે છે.
View this post on Instagram
આ તસવીરમાં એક નાનો બાળક તેની માતાના ખોળામાં જોવા મળે છે. ફોટોમાં બે ચોટી માં જોવા મળતો આ ક્યૂટ બાળક (cute child) આજે બોલિવૂડ પર રાજ કરે છે. ફિલ્મ નિર્માતાઓ (Film producers) તેમની ફિલ્મોમાં આ અભિનેતાને કાસ્ટ કરવા માટે કતાર લગાવતા રહે છે.જો હજુ પણ તમે આ બાળક ને ના ઓળખ્યો હોય તો અમે તમને જણાવી દઈએ કે ફોટોમાં દેખાતો આ બાળક બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) છે. આ તસવીરમાં કાર્તિક તેની માતાના (mother) ખોળામાં જોવા મળી રહ્યો છે. તસવીરમાં કાર્તિક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. અભિનેતાના આ ફોટા પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે… મુંબઈમાં માત્ર 9 રૂપિયામાં 5 રાઉન્ડ બસની મુસાફરી, બસ ‘આ’ થશે શરત
વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન તાજેતરમાં જ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2 ‘ (bhool bhulaiyaa 2)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કાર્તિકની સાથે અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) અને તબ્બુ (tabu) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે ટૂંક સમયમાં કાર્તિક ક્રાઈમ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ફ્રેડી'(Fredy) માં જોવા મળશે. કાર્તિક અને અલાયા ફર્નિચરવાલા અભિનીત આ ફિલ્મ ડિઝની+હોટસ્ટાર પર 2 ડિસેમ્બરે રિલીઝ થશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોએ પસંદ કર્યું હતું.
Join Our WhatsApp Community