News Continuous Bureau | Mumbai
Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ આમ તેની સાથે, તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક ફરી એકવાર એક્શન કરતો જોવા મળશે. રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Fighter OTT: રિતિક રોશન ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે ઓટીટી પર રિલીઝ થશે ફાઈટર, જાણો ક્યાં જોઈ શકશો દીપિકા પાદુકોણ ની ફિલ્મ
કાર્તિક જોવા મળશે સાજીદ નડિયાદવાલા ની ફિલ્મ માં
મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિક આર્યન સાજિદ નડિયાદવાલા ની એક મેગા બજેટ એક્શન થ્રિલર ફિલ્મ નો ભાગ બનવા જઈ રહ્યો છે. જેનું નિર્દેશન વિશાલ ભારદ્વાજ કરશે, ફિલ્મની વાર્તા પર હાલમાં કામ ચાલી રહ્યું છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મ વિશાલ ભારદ્વાજની મહત્વકાંક્ષી ફિલ્મોમાંથી એક છે, જેનું શૂટિંગ આ વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે મીડિયા રિપોર્ટ્સ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેકર્સ આ ફિલ્મને વર્ષ 2025માં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલરની સાથે દર્શકોને કોમેડી અને ડ્રામા પણ જોવા મળશે.