News Continuous Bureau | Mumbai
અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)આ સમયે તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષોથી અભિનેતાનો ટ્રેક રેકોર્ડ અસાધારણ રહ્યો છે. તેની છેલ્લી છમાંથી પાંચ ફિલ્મો સફળ રહી છે. તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2 (Bhool bhulaiya 2)પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ તેની રિલીઝના માત્ર નવ દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે.જ્યારે સમાચાર આવ્યા કે કાર્તિક ભુલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીમાં સુપરસ્ટાર અક્ષય કુમારનું(replace Akshay Kumar) સ્થાન લેશે, ત્યારે ઘણાને શંકા હતી કે તે પાત્ર સાથે ન્યાય કરી શકશે કે કેમ. પરંતુ દરેક ગણતરીને ખોટી સાબિત કરતી ભૂલ ભુલૈયા 2 દર્શકોને ખૂબ પસંદ આવી છે. કારણ કે આ ફિલ્મમાં કાર્તિકના અભિનયની ભરપૂર પ્રશંસા થઈ રહી છે.
Koi mujhse bhi poochega meri agli picture kaunsi hai
Baseless https://t.co/SFG3iSQpoj— Kartik Aaryan (@TheAaryanKartik) May 31, 2022
આ પછી એવા સમાચાર સામે આવ્યા કે 31 વર્ષીય અભિનેતા ખિલાડી કુમારને અન્ય સુપરહિટ ફ્રેન્ચાઇઝી – હાઉસફુલમાં રિપ્લેસ (replace in Housefull frenchaisy)કરશે. હવે આ સમાચાર પર કાર્તિકની પ્રતિક્રિયા સામે આવી છે.ટ્વિટર(Kartik Aaryan Twitter) પર આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કાર્તિકે તેને અફવા ગણાવી. ટ્વિટર પર એક આર્ટિકલ શેર કરતાં તેણે તેને પાયાવિહોણો ગણાવ્યો. તેણે ટ્વીટ કર્યું, 'કોઈ મને પણ પૂછશે કે મારી આગામી ફિલ્મ કઈ છે? આધારહીન હવે અભિનેતાના આ ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે.
આ સમાચાર પણ વાંચો : કેકે ડેથ અપડેટ-પ્રખ્યાત ગાયક કેકે નું પાર્થિવ શરીર પહોંચ્યું મુંબઈ-આજે આટલા વાગે નીકળશે તેમની અંતિમ યાત્રા
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન પાસે રસપ્રદ પ્રોજેક્ટ્સનો ભંડાર છે. તે અલ્લુ અર્જુન સ્ટારર અલા વૈકુંઠપુરમુલુની રિમેકમાં જોવા મળશે. શહજાદા(Shahzada) નામની આ ફિલ્મમાં કૃતિ સેનન પણ છે. કાર્તિક પાસે કેપ્ટન ઈન્ડિયા અને ફ્રેડી પણ છે.