Kartik aaryan: કાર્તિક આર્યને તેના લવ રિલેશનશીપ વિશે કહી આવી વાત, નેહા ધૂપિયા ને કરી આવી વિનંતી

Kartik aaryan: કાર્તિક આર્યન હાલ ભૂલ ભુલૈયા 3 ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ દરમિયાન તે નેહા ધુપિયાના પોડકાસ્ટ નો ફિલ્ટર વિથ નેહા માં પહોંચ્યો હતો આ દરમિયાન તેને તેના લવ રિલેશનશીપ વિશે ખુલી ને વાત કરી હતી

by Zalak Parikh
kartik aaryan reveals in no filter with neha 6 that he is now ready for love

News Continuous Bureau | Mumbai 

Kartik aaryan: કાર્તિક આર્યન બોલિવૂડ નો હેન્ડસમ હંક છે. કાર્તિક આર્યન તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઇને પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તે તેની લવ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. કાર્તિક આર્યન નું નામ સારા અલી ખાન, અનન્યા પાંડે સાથે જોડાઈ ચૂક્યું છે. હવે અભિનેતાએ પોતે સ્વીકાર્યું છે કે તે હાલમાં સિંગલ છે અને મિંગલ થવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : Maidaan: રિલીઝ ના એક દિવસ પહેલા કાનૂની મુશ્કેલી માં પડી મેદાન, ફિલ્મ ના મેકર્સ પર લાગ્યો આ આરોપ

 

કાર્તિક આર્યન એ તેના લવ રિલેશનશિપ પર કર્યો ખુલાસો 

કાર્તિક આર્યન નેહા ધૂપિયા ના પોડકાસ્ટ નો ફિલ્ટર વિથ નેહા માં પહોંચ્યો હતો. આ દરમિયાન નેહા એ તેને પૂછ્યું હતું કે, શું તે સિંગલ છે અને રિલેશનશિપ માટે તૈયાર છે, જેના જવાબ માં કાર્તિક આર્યને કહ્યું, “હાલમાં હું સંપૂર્ણપણે સિંગલ છું. લાંબા સમયથી હું કોઈપણ પ્રકારના સંબંધોથી દૂર છું. મારો મતલબ, આ થોડો ક્લિચ જવાબ છે, પરંતુ વાસ્તવમાં હું મારી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અને તેના પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ હવે હું પ્રેમમાં પડવા માટે સંપૂર્ણપણે તૈયાર છું” 


કાર્તિક આર્યને કહ્યું, ‘છેલ્લા અઢી વર્ષથી હું રોબોટિક લાઈફસ્ટાઈલ જીવી રહ્યો હતો. માત્ર કામ અને કામ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. મારા મગજમાં માત્ર ફિલ્મ જ ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નહોતો. હું રોબોટિક જીવનશૈલી જીવતો હતો. પરંતુ હવે હું સિંગલ નથી રહેવા માંગતો, પરંતુ પ્રેમમાં પડવા માંગુ છું. હવે જોવાનું એ રહે છે કે કોને મળે છે, મારી પાસે હવે માત્ર પ્રેમ માટે જ સમય છે.’ આ ઉપરાંત કાર્તિકે નેહા ધૂપિયા ને પોતાના માટે છોકરી શોધવાની વાત પણ કરી હતી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More