News Continuous Bureau | Mumbai
Kartik Aaryan trolled: કાર્તિક આર્યનની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા…’ થીિયેટરોમાં રિલીઝ થઈ છે અને તેની સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મની કેટલીક ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. ફિલ્મમાં ૧૯૯૭ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું આઈકોનિક ગીત ‘સાજન જી ઘર આયે’ રીક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કાર્તિક અને અનન્યા ડાન્સ કરતા જોવા મળે છે, પરંતુ ઓરિજિનલ ગીતમાં જે સલમાન ખાનનો કરિશ્મા અને સ્વેગ હતો, તેને કાર્તિક મેચ ન કરી શકતા ફેન્સ નિરાશ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar Controversy: ધુરંધર’ વિવાદ: આદિત્ય ધરે ધ્રુવ રાઠીનું નામ લીધા વગર સાધ્યું નિશાન; ફિલ્મને પ્રોપેગેન્ડા કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
આઈકોનિક ગીતોને બરબાદ કરવાનો આરોપ
થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ‘સાત સમુંદર પાર’ ગીત રિલીઝ થયું હતું, જેની આકરી ટીકા થઈ હતી. હવે ‘સાજન જી ઘર આયે’ સામે આવતા યુઝર્સનો પિત્તો ગયો છે. એક યુઝરે લખ્યું, “કાર્તિક, મહેરબાની કરીને અમારા જૂના અને ક્લાસિક ગીતો બરબાદ કરવાનું બંધ કર. તું સલમાન ખાનના સ્વેગની ૧% પણ બરાબરી કરી શકે તેમ નથી.”ઘણા નેટીઝન્સ હવે બોલિવૂડમાં વધી રહેલા રીમેક કલ્ચરથી કંટાળી ગયા છે. કેટલાક યુઝર્સે તો એવી પણ સલાહ આપી કે સલમાન અને શાહરૂખે પોતાના આઈકોનિક ગીતોના કોપીરાઈટ ખરીદી લેવા જોઈએ, જેથી કોઈ અન્ય તેને બરબાદ ન કરી શકે. ફેન્સના મતે દર વખતે જૂના ગીતોનો સહારો લેવો એ બતાવે છે કે મેકર્સ પાસે નવું કશું આપવા માટે છે જ નહીં.
#KartikAaryan please stop ruining our iconic songs and dance steps 😤.
You can’t even matched 1 Percent of #SalmanKhan‘s Swag and Persona.pic.twitter.com/IF0OlJgVue
— Sanatan Mahto 🚩 (@sanatanmahto01) December 25, 2025
રસપ્રદ વાત એ છે કે ‘સાજન જી ઘર આયે’ જે ઓરિજિનલ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નું ગીત છે, તેના ડિરેક્ટર કરણ જોહર હતા. અને કાર્તિકની આ નવી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા…’ ના પ્રોડ્યુસર પણ કરણ જોહર જ છે. આમ, કરણ જોહરે પોતાની જ જૂની ફિલ્મના ગીતનો અહીં ઉપયોગ કર્યો છે. જોકે, મ્યુઝિક કે લિરિક્સ સાથે કોઈ મોટી છેડછાડ કરવામાં આવી નથી, પણ કાર્તિકની પ્રેઝન્ટેશન ફેન્સને ગમી નથી.
