News Continuous Bureau | Mumbai
Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ આશિકી 3 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આશિકી ફ્રેન્ચાઇઝી નો ત્રીજો ભાગ છે. કાર્તિક આર્યન ફિલ્મ આશિકી 3 માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા હતા, થોડા દિવસ પહેલા આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે કાર્તિકની ‘આશિકી 3’નું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ ‘આશિકી 3’ નહીં, પરંતુ ‘તુ આશિકી હૈ’ તરીકે રિલીઝ થશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Aashiqui 3: કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી ની ફિલ્મ આશિકી 3 ને મળ્યું નવું નામ, આ ટાઇટલ સાથે રિલીઝ થશે ફિલ્મ
આશિકી 3 નો હિસ્સો નથી તું આશિકી હૈ
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘તુ આશિકી હૈ’ ‘આશિકી’ સિરીઝની સિક્વલ નથી. રિપોર્ટ મુજબ આ ફિલ્મ ‘આશિકી’નો ત્રીજો ભાગ નહીં, પરંતુ કાર્તિક ની નવી ફિલ્મ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનું નામ સંપૂર્ણપણે અલગ છે અને વાર્તા પણ અલગ છે. આ ફિલ્મ 1981માં આવેલી ફિલ્મ ‘બસેરા’ પર આધારિત છે, જેમાં શશિ કપૂર, રાખી અને રેખાએ અભિનય કર્યો હતો. જો કે, મેકર્સ તરફ થી હજી સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.