ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ મે ૨૦૨૧
શનિવાર
બૉલિવુડના અભિનેતા કાર્તિક આર્યનને તાજેતરમાં જ બીજો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ પહેલાં બૉલિવુડના દિગ્ગજ ડાયરેક્ટર કરણ જોહરે આગામી ફિલ્મ ‘દોસ્તાના-2’માંથી કાર્તિકને બહાર કર્યો હતો અને હવે ચર્ચા છે કે કાર્તિક આર્યને પોતે જ કિંગ ખાનના પ્રોડક્શન રેડ ચિલીઝ હેઠળ બની રહેલી ફિલ્મ છોડી દીધી છે.
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન, શાહરુખ ખાનના પ્રોડક્શન બૅનર હેઠળ બનનારી એક ફિલ્મમાં કામ કરવાનો હતો, પરંતુ ક્રિયેટિવ ડિફરન્સિસને કારણે કાર્તિક આર્યને આ ફિલ્મ છોડી દીધી અને આ મૂવી માટે મળેલી સાઇનિંગ રકમ પણ પરત કરી દીધી છે. જોકે શાહરુખ ખાનના નિર્માણ માટે રાહતની વાત છે કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. આથી કાર્તિક બહાર હોવાને કારણે વધારે તકલીફ પડી ન હતી. હવે મુખ્ય ભૂમિકા માટે અન્ય એક અભિનેતાની શોધ કરવામાં આવશે.
ફિલ્મનુ શૂટિંગ ચાલુ વર્ષે શરૂ થવાનું હતું, જેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હતો અને તેની ઑપોઝિટ કેટરિના કૈફ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અજય બહલ કરવાનો હતો, જ્યારે શાહરુખનું રેડ ચિલીઝ પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યું હતું.
બિગ બૉસ 11ની સ્પર્ધક બંદગી કાલરાએ શૅર કરી બોલ્ડ તસવીરો, ગોવામાં માણી રહી છે વૅકેશનની મજા; જુઓ તસવીરો
આપને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ગણતરી બૉલિવુડના પ્રતિભાશાળી યુવા અભિનેતાઓમાં થાય છે. ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મમાં કાર્તિકે દમદાર અભિનય આપીને લોકોનાં દિલમાં સ્થાન મેળવ્યું હતું. હાલમાં કાર્તિક પાસે ‘ભુલ ભુલૈયા 2’ અને રોહિત શેટ્ટીની એક ફિલ્મ છે.