News Continuous Bureau | Mumbai
Gadar 2 : સની દેઓલની એક્શન ફિલ્મ ‘ગદર 2’ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. વિવેચકોથી લઈને દર્શકો અને સ્ટાર્સ સુધી બધાએ ‘ગદર 2’ના વખાણ કર્યા છે. સુનીલ શેટ્ટી, સલમાન ખાન જેવા સ્ટાર્સ પછી હવે તારા સિંહની ગર્જનાએ કાર્તિક આર્યનને પણ મંત્રમુગ્ધ કરી દીધો છે. ફિલ્મ જોનારા લાખો લોકોની જેમ, કાર્તિક પણ ‘ગદર 2’ જોવા સિનેમા હોલમાં ગયો હતો અને તેણે અભિનેતા નહીં પણ સની દેઓલના ચાહકની જેમ વર્તન કર્યું હતું.
કાર્તિક આર્યને થિયેટર માં જોઈ ‘ગદર 2’
કાર્તિક આર્યન(kartik aryan) આ દિવસોમાં તેની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેમ છતાં અભિનેતાએ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ ‘ગદર 2’ જોવા માટે સમય કાઢ્યો. કાર્તિક આર્યન ‘ગદર 2’ જોવા માટે થિયેટરમાં પહોંચ્યો હતો અને ત્યાં એક્ટર તરીકે નહીં પરંતુ સની દેઓલના ફેન તરીકે ગયો હતો. સિનેમા હોલમાં મૂવી જોતી વખતે તેણે સામાન્ય પ્રેક્ષકોની જેમ જ વર્તન કર્યું, જે સની પાજી નું એક્શન જોઈને ઉત્સાહિત થઈ જાય છે. કાર્તિક થિયેટરમાં તારા સિંહ ની બૂમો પાડતો અને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો
View this post on Instagram
કાર્તિક આર્યને લીક કર્યો સીન
કાર્તિકે માત્ર થિયેટરમાં ‘ગદર 2’ જોઈ જ નહીં, પરંતુ સની દેઓલના પ્રખ્યાત હેન્ડપમ્પ સીનને રેકોર્ડ કરીને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો હતો. વીડિયો શેર કરતાં કાર્તિકે લખ્યું, ‘આ આઇકોનિક સીન જોઈને મારામાં એક ફેન તારા સિંહ માટે ચીસો પાડી રહ્યો છે.’ કાર્તિકે વિડિયો શેર કરતાની સાથે જ નેટીઝન્સે ફિલ્મ ના મહત્વ ના સ્પોઈલર માટે અભિનેતાની ટીકા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : AI Voice Clone Fraud : સાવધાન થઈ જાવ! માર્કેટમાં આવી ગયું છે નવું સ્કેમ.. તમારા પ્રિયજનના અવાજથી થશે છેતરપિંડી…. જાણો વિગતવાર અહીં..