Site icon

‘કસૌટી ઝિંદગી કી’ ફેમ એક્ટર સેઝાન ખાન વિરુદ્ધ નોંધાઈ FIR, મહિલા એ અભિનેતા ની પત્ની હોવાનો દાવો કરતા લગાવ્યા ગંભીર આરોપ

ટીવી અભિનેતા સેઝાન ખાન મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આયેશા પીરાની નામની મહિલાએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે.

kasautii zindagi kay actor cezanne khan alleged wife aisha pirani files fir against him

કસૌટી ઝિંદગી કી' ફેમ એક્ટર સેઝાન ખાન વિરુદ્ધ નોંધાઈ FIR, મહિલા એ અભિનેતા ની પત્ની હોવાનો દાવો કરતા લગાવ્યા ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai

લોકપ્રિય ટીવી એક્ટર અને ‘કસૌટી ઝિંદગી કી’ ફેમ સેઝાન ખાન પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. એક મહિલાએ સેઝાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આયેશા પીરાની નામની આ મહિલાનું કહેવું છે કે તે સેઝાન ખાનની પત્ની છે અને તેણે ઘણા ગંભીર આરોપો લગાવીને એફઆઈઆર નોંધાવી છે. આયેશા પિરાનીનું કહેવું છે કે તેણે વર્ષ 2015માં સેઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં, સેઝાન ખાને છેતરપિંડી કરીને તેને છૂટાછેડાના કાગળો પર સહી કરાવી.

Join Our WhatsApp Community

 

આયેશા પીરાની એ સેઝાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ 

યુએસ સ્થિત આયેશા પિરાનીએ તાજેતરમાં મીડિયા સાથે વાત કરી હતી. આયેશા પીરાનીએ કહ્યું છે કે સેઝાન ખાને તેની સાથે લગ્ન કર્યા હતા અને તેણે તેના કહેવા પર લગ્ન છુપાવ્યા હતા. ત્યારપછી સેઝાન ખાને છેતરપિંડી કરીને તેને છૂટાછેડાના કાગળો પર સહી કરાવી. આયેશા પીરાનીનું કહેવું છે કે તે મુસ્લિમ છે અને ઇસ્લામના નિયમો અનુસાર તેના અને સેઝાન ખાનના સંબંધો પૂરા નથી થયા.આયેશા પીરાનીએ સેઝાન ખાન પર પણ મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આયેશા પિરાની કહે છે કે ‘સેઝાન ખાન તેને રૂમમાં બંધ કરી દેતો હતો અને માર મારતો હતો. અને તે સ્કાઈપ પર અન્ય યુવતીઓ સાથે ફ્લર્ટ કરતો હતો. હું માનું છું કે તે કાસાનોવા છે. તે મને કહેતો હતો કે મેં તારી સાથે લગ્ન કર્યા છે, મેં તને મારી જિંદગી આપી નથી. આ તેમનો ડાયલોગ હતો’ આયેશા પીરાનીએ વધુમાં કહ્યું કે સેઝાન ખાને યુએસ ગ્રીન કાર્ડ મેળવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. સેઝાન ખાને મારા પૈસા ખર્ચ્યા છે. તે કમાતી હતી અને સેઝાન ખાન ઘરમાં બેસી ને ખર્ચ કરતો હતો અને તેની પાસે આ વાતનો પુરાવો છે. હવે આયેશા પીરાનીએ સેઝાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરી છે અને વળતર તરીકે 8 લાખ રૂપિયાની માંગણી કરી છે.

 

સેઝાન ખાને અફશીન સાથે લગ્ન ની કરી હતી વાત 

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સેઝાન ખાન આયેશા પીરાનીના આરોપો પર કેવો જવાબ આપે છે. હાલમાં સેઝાન ખાન તેની ગર્લફ્રેન્ડ અફશીન સાથેના લગ્નને લઈને ચર્ચામાં હતો. સેઝાન ખાને કહ્યું હતું કે તે અફશીન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. સેઝાન ખાનના કરિયરની વાત કરીએ તો તેણે ‘કસૌટી જિંદગી કી’, ‘અપનાપનઃ બદલતે રિશ્તો કા બંધન’ અને ‘શક્તિ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: હૃતિક રોશન અને જુનિયર એનટીઆર પછી ‘વોર 2’માં થઇ બોલિવૂડ ની આ સુંદર અભિનેત્રી ની એન્ટ્રી

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version