ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર
પ્રખ્યાત કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે.
પદ્મ વિભૂષણ 83 વર્ષીય બિરજુ મહારાજને હાર્ટ એટેક આવ્યા બાદ રવિવાર અને સોમવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા.
તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી.
ગાયિકા માલિની અવસ્થી અને અદનાન સામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
લખનૌ ઘરાનાથી સંબંધ ધરાવતા બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938 એ લખનૌમાં થયો હતો.
તેમનું અસલી નામ પંડિત બૃજમોહન મિશ્ર હતુ. આ કથક નર્તક હોવાની સાથે સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા.
બિરજૂ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રસિદ્ધ કથક ડાન્સર હતા.