Site icon

અક્ષય કુમારની ફિલ્મ કઠપૂતલીને લાગી લોટરી- રિલીઝ પહેલા જ અધધ આટલા કરોડમાં નક્કી થઈ OTT ડીલ  

News Continuous Bureau | Mumbai

સતત ફ્લોપ થઈ રહેલી ફિલ્મોને કારણે સ્ટારડમને ખતરો હોવાની વિચારસરણીથી અક્ષય કુમારે તેની આગામી ફિલ્મની રિલીઝ માટે સ્માર્ટ બિઝનેસ ડિસિઝન લીધું છે. અક્ષય કુમાર અને રકુલ પ્રિત સિંહ  અભિનીત ફિલ્મ ‘કઠપૂતલી’ ને સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેની એનાઉન્સમેન્ટ ગત અઠવાડિયે ટ્રેલર લોન્ચ પ્રસંગે કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

એક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, ઓટીટી રિલીઝ કરવાનો ર્નિણય પણ અક્ષય અને ફિલ્મના પ્રોડ્યુસર્સ માટે ફાયદાકારક સાબિત થયો છે. મેકર્સને ડિઝની પ્લસ હોટ સ્ટાર પર ૨ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી ‘કઠપૂતલી’ માટે રૂપિયા ૧૨૫ કરોડ મળશે. જે રકમ ફિલ્મના મૂળ બજેટથી ઘણી વધારે છે અને મેકર્સે માટે આ ડીલ ફાયદાનો સોદો બની ગઈ છે. 

 આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી

સામાન્ય રીતે, મેકર્સે ફિલ્મ તૈયાર કર્યા બાદ, ફિલ્મના પ્રમોશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે પરંતુ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ રહી હોવાથી તેનો ખર્ચ બચી જશે અને ફિલ્મમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટની રિકવરી આ રકમથી આસાનીથી થઈ ચૂકી છે. જયારે અનેક ફિલ્મો સૌથી પહેલા થીયેટર્સમાં રિલીઝ થઈ રહી છે ત્યારે સુપર સ્ટાર અક્ષય કુમારની ફિલ્મને ફક્તને ફક્ત ઓટીટી પર રિલીઝ કરવાની વાતથી અનેક ટ્રેડ એનાલીસ્ટને આશ્ચર્ય થયું હતું પરંતુ આટલી મોટી રકમની ડીલથી ફિલ્મ મેકર્સે રાહતનો શ્વાસ લીધો છે. ‘

કઠપૂતલી’ એક ક્રાઈમ  થ્રિલર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર ઈન્વેસ્ટિગેશન ઓફિસરનું પાત્ર ભજવી રહ્યો છે અને એક પછી એક સ્કુલ ગર્લના થઈ રહેલા મર્ડરની મિસ્ટ્રી ઉકેલતો જાેવા મળશે. આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મ રાતસનનની રીમેક હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ
Dhurandhar Box Office: ‘ધુરંધર’ એ રચ્યો ઈતિહાસ: ભારતમાં જ ૧૦૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની; રણવીર સિંહે બાહુબલી 2 અને દંગલના રેકોર્ડને આપી ટક્કર
SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version