Site icon

Sham kaushal on Katrina kaif towel scene:ટાઇગર 3 માં વહુ ના ટુવાલ સીન પર સસરા શામ કૌશલે આપી આવી પ્રતિક્રિયા, કેટરીના કૈફે કર્યો ખુલાસો

Sham kaushal on Katrina kaif towel scene: કેટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ ફિલ્મ માં કેટરીના કેફે ઘણા એક્શન સીન કર્યા છે. હવે અભિનેત્રી ના સસરા શામ કૌશલે તેના ટુવાલ સીન પર પ્રતિક્રિયા આપી છે.

katrina kaif father in law sham kaushal -reacts to her towel scene

katrina kaif father in law sham kaushal -reacts to her towel scene

News Continuous Bureau | Mumbai 

Sham kaushal on Katrina kaif towel scene: કેટરીના કેફ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 દિવાળી ના અવસર પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ માં કેટરીના કેફ ના એક્શન સીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને તેના ટુવાલ સીન ખુબ વાયરલ થયો છે.હવે કેટરીના કૈફે જણાવ્યું છે કે તેના સસરા અને લોકપ્રિય સ્ટંટ ડિરેક્ટર શામ કૌશલે ફિલ્મ ‘ટાઈગર 3’માં તેના ટુવાલ એક્શન સીન પર કેવી પ્રતિક્રિયા આપી હતી.

Join Our WhatsApp Community

 

શામ કૌશલે આપી કેટરીના કેફ ના ટુવાલ સીન પર પ્રતિક્રિયા 

કેટરિના કૈફે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ ‘ટાઈગર 3’માં તેના ટુવાલ સીન પર તેના સસરા શામ કૌશલની પ્રતિક્રિયા વિશે વાત કરી છે. કેટરિના કૈફે કહ્યું, ‘મારા સસરા ખૂબ જ વરિષ્ઠ એક્શન ડિરેક્ટર છે. ફિલ્મમાં મારા એક્શન સીન્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને તે ખૂબ જ ખુશ છે. તેને મારા એક્શન સીન પણ ગમ્યા અને કહ્યું કે તે મારા પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. તેમના મોઢેથી મારા વખાણ સાંભળવા એ મારા માટે ખાસ છે.’મારા પરિવારના સભ્યો મને ઘણો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે. આ બધું મારા માટે ખૂબ જ ખાસ છે. મારા પતિ વિકી કૌશલને પણ ફિલ્મમાં મારો રોલ ગમ્યો.’

તમને જણાવી દઈએ કે ટાઇગર ની બંને ફિલ્મો માં કેટરીના કેફે મુખ્ય ભૂમિકા ભજવી હતી હવે તેને ટાઇગર 3 માં પણ ઝોયા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં કેટરીના કૈફ ના ઘણા એક્શન સીન્સ છે.

આ સમાચાર પણ વાંચો : Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો

Dhurandhar Advance Booking: ‘ધુરંધર’ એડવાન્સ બુકિંગમાં હિટ! રિલીઝ પહેલા જ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો, બનાવ્યો નવો રેકોર્ડ.
Dharmendra last days: ધર્મેન્દ્રની ગંભીર બીમારી, ઘરે ICU બનાવવાથી લઈને ૧૨ દિવસ હોસ્પિટલમાં રહેવા સુધીનો ઘટનાક્રમ
Jaya Bachchan marriage statement: જયા બચ્ચને પૌત્રી નવ્યા નવેલી નંદાના લગ્ન અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, લગ્નની પ્રણાલી પર ઉઠાવ્યા આવા સવાલ.
Dharmendra Prayer Meet: ધર્મેન્દ્રને અંતિમ વિદાય, સોનુ નિગમે ખાસ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ.
Exit mobile version