રોયલ છે કેટરિના-વિકીના લગ્નનું કાર્ડ, લગ્ન પહેલા તસવીર થઈ લીક; જુઓ ફોટોગ્રાફ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ડિસેમ્બર 2021

ગુરુવાર

 

છેલ્લા એક મહિનાથી વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી અને થોડા દિવસો પહેલા તેમના લગ્નના સમાચારને સમર્થન મળ્યું હતું. વિકી કૌશલ તેની પ્રેમિકા કેટરિના કૈફ સાથે તેના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.રાજસ્થાનમાં બંને શાહી અંદાજમાં સાત  ફેરા લેવાના છે. કેટરિના કૈફના હાથમાં વિકી કૌશલ ના  નામ ની મહેંદી લગાવવામાં આવી છે અને તેના નજીકના મિત્રો પણ આ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા છે, 9 ડિસેમ્બરે બંને સાત  ફેરા લેવાના છે. હાલમાં હોટલમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, સમગ્ર હોટલને સુંદર રોશની અને પડદાઓથી સજાવવામાં આવી રહી છે.આ લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કિસ્સા માં જ્યાં કોઈ ફોટો અને વીડિયો લીક થયો નથી ત્યાં હવે બંનેના લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જો કે આ કાર્ડ સાચુ છે કે ખોટું તે અમે તમને કહી શકતા નથી, પરંતુ ચાહકો આ પોસ્ટને જોરદાર રીતે પસંદ કરી રહ્યા છે.

ઘોડી ચડવા વિકી કૌશલ સજ્જ, આ રીતે થશે વરરાજાની ગ્રાન્ડ એન્ટ્રી; જાણો વિગત

લગ્નના કાર્ડમાં તમે જોઈ શકો છો કે તે કેટલું સિમ્પલ  છે પરંતુ એટલું જ સુંદર છે. લગ્નના કાર્ડમાં ગુલાબી રંગના ફૂલો છે અને તેમાં વિકી વેડ્સ કેટરિના લખેલું છે તેમજ લગ્નના કાર્ડમાં લગ્નની તારીખ 9 ડિસેમ્બરનો ઉલ્લેખ છે અને તેમાં RSVP સની કૌશલ લખેલું છે. તમને જણાવી દઈએ કે સની કૌશલ વરરાજા વિકી કૌશલનો નાનો ભાઈ છે.આ ઉપરાંત, મહેમાનોને એનડીએ ફોર્મ પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં મહેમાનોએ તમામ એસઓપીનું પાલન કરવું પડશે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More