Site icon

શું ‘ટાઇગર 3’ પછી ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કેટરિના કૈફ? વિકી કૌશલે આપ્યું અલ્ટીમેટમ, જાણો હકીકત

બોલિવૂડના કોરિડોરમાંથી બહાર આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, કેટરીના કૈફે નક્કી કર્યું છે કે તે ‘ટાઇગર 3’ પછી ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કરે. સાંભળવામાં આવ્યું છે કે કેટરીના કૈફના પતિ વિકી કૌશલે તેને ચેતવણી આપી છે, ત્યારબાદ તેણે આ નિર્ણય લીધો છે.

katrina kaif will never work again with salman khan after tiger 3 read reason

શું ‘ટાઇગર 3’ પછી ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કરેકેટરિના કૈફ? વિકી કૌશલે આપ્યું અલ્ટીમેટમ, જાણો હકીકત

News Continuous Bureau | Mumbai

 કેટરીના કૈફ અને સલમાન ખાનની જોડી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ જોડીમાંથી એક છે. દર્શકોએ આ બંનેની જોડીને હંમેશા પસંદ કરી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ ટૂંક સમયમાં યશ રાજ બેનર હેઠળ નિર્મિત ‘ટાઈગર 3’ નામની ફિલ્મમાં જોવા મળશે. એવું સાંભળવામાં આવી રહ્યું છે કે યશ રાજ બેનર દ્વારા ‘ટાઈગર 3’નું શૂટ ભવ્ય સ્કેલ પર કરવામાં આવ્યું છે, જેના એક્શન સીન્સ ચાહકોને સ્તબ્ધ કરી દેશે.

Join Our WhatsApp Community

 

 સલમાન ખાન સાથે કામ નહીં કરે કેટરીના કેફ 

જો બોલિવૂડના કોરિડોરમાંથી બહાર આવી રહેલા લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો કેટરીના કૈફ ટાઇગર 3 પછી ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કરે. જો તમે વિચારી રહ્યા છો કે એવું તો શું થયું કે કેટરીનાએ આટલો મોટો નિર્ણય લીધો, તો જણાવી દઈએ કે તેના પતિ વિકી કૌશલ નથી ઈચ્છતા કે કેટરીના સલમાન ખાન સાથે કામ કરે.એક વ્યક્તિ એ ટ્વીટ કરીને લોકોને આની જાણકારી આપી છે. તેણે લખ્યું, ‘કેટરિના કૈફે કહ્યું છે કે ટાઇગર 3 સલમાન ખાન સાથે તેની છેલ્લી ફિલ્મ હશે. તે ક્યારેય સલમાન ખાન સાથે ફિલ્મ નહીં કરે કારણ કે વિકી કૌશલે તેને ચેતવણી આપી છે કે તે ક્યારેય ભાઈજાન સાથે કામ નહીં કરે.

 લોકો એ ગણાવી આને અફવા 

આ ટ્વિટના કારણે ચાહકોમાં હોબાળો મચી ગયો છે કારણ કે તેને કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી પસંદ છે. જો કે, કેટરિના તરફથી અથવા વિકી કૌશલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તેથી જ લોકો તેને માત્ર અફવા હોવાનું કહી રહ્યા છે.

 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version