ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સલમાનનો લાઇવ શો ૧૦ તારીખના છે, પરંતુ એ પહેલાની વિધીઓમાં તે ઇચ્છ્યો હોત તો સામેલ થઇ શકત. પરંતુ રિપોર્ટમાં એમ પણ સલમાન ખાન કેટરિના કૈફના લગ્નની અન્ય વિધીઓમાં તે હાજરી આપી શક્યો હોત. પરંતુ આમ થયું નથી. ૬ ડિસેમ્બરના રોજ ટાઇગર ૩ના શૂટિંગમાં સામેલ થવાનો છે. પોતાના લાઇવ શોમાં જાેડાવા માટે સલમાન શૂટિંગમાંથી બ્રેક લઇને રિયાધજવાનો છે. સૂત્રના જણાવ્યા અનુસાર, સલમાન ૮ ડિસેમ્બરના રોજ રિયાધમાં હશે તેથી કેટરિનાના લગ્નમાં હાજરી આપી શકે તેવી શક્યતા જ નથી. જાેકે એક રિપોર્ટ એવો પણ છે કે, સલમાન ખાનની બહેનો અર્પિતા અને અલવીરા પતિઓ સાથે લગ્નમાં જવાની છે. ઉપરાંત સલમાનના માતા-પિતા અને હેલન આન્ટી પણ લગ્નમાં જવા માટે ઉત્સુક છે. પરંતુ કદાચ તેમની વયના કારણે તેઓ લગ્નમાં હાજરી ન આપે તેવી પણ શક્યતા છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વિધિઓ ૭ ડિસેમ્બરથી સવાઇ માધોપોરમાં શરૂ થઇ ગઇ છે. ૧૦ તારીખ સુધી તેમના લગ્નની વિવિધ વિધીઓ થવાની છે. જાેકે આ યુગલ ૯મી ડિસેમ્બરના રોજ પ્રભુતામાં પગલા પાડશે. કેટરિનાના લગ્નમાં આમંત્રિત યાદીઓમાં સલમાન ખાનનું નામ નજરે ચડયું નથી. તે પોતાની ખાસ મિત્રના લગ્નમાં હાજરી પુરાવાનો નથી. જાેકે સલમાનની બહેન અપ્રિતા ખાન શર્માએ એક વાતચીતમાં સ્પષ્ટ કર્યુ ંહતું કે, તેને તેમજ તેના પરિવારને લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. કેટરિના અને સલમાન ખાન ખાસ મિત્રો હોવા છતાં સલમાન ખાનની ગેરહાજરી આ લગ્નમાં લોકોને ખૂંચી રહી છે. જાેકે અન્ય એક રિપોર્ટના અનુસાર, સલમાન ખાન હાલ પોતાની લાઇવ ઇવેન્ટમાં વ્યસ્ત છે. તે ૧૦ ડિસેમ્બરના રોજ રિયાધમાં પરફોર્મ કરવાનો છે. આ જ કારણે તે લગ્નમાં સામેલ નહીં થાય તેમ કહેવાય છે.
હેં! મુંબઈ મેટ્રોને કારણે મુંબઈ મહાનગરપાલિકા પર કોવિડનો ખર્ચો વધી ગયો. જાણો વિગત
