KBC – 16: કેબીસી 16 લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો લોકો નો ઉત્સાહ

KBC - 16: અમિતાભ બચ્ચન ફરી એકવાર કેબીસી ની આગામી સીઝન સાથે પરત ફરી રહ્યા છે હાલમાં જ આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેને જોયા બાદ લોકો નો ઉત્સાહ વધી ગયો છે.

by Zalak Parikh
kaun banega crorepati 16 promo out

News Continuous Bureau | Mumbai 

KBC – 16: અમિતાભ બચ્ચન કેબીસી 16 લઈને આવી રહ્યા છે. વર્ષ 2000 માં શરૂ થયેલા આ કવીઝ શો થી અમિતાભ બચ્ચને ટીવી પર ડેબ્યુ કર્યું હતું. આ શો બાળકોથી લઈને વૃદ્ધ સુધી ના બધાનો ફેવરિટ શો છે.  અમિતાભ બચ્ચન હવે ફરી એકવાર લોકોને કરોડપતિ બનાવવા આવી રહ્યા છે કૌન બનેગા કરોડપતિ ની 16મી સીઝન ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. હાલમાં જ શોની આગામી સિઝનનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Stree 2: બીજી વાર ડરાવવા આવી રહી છે સ્ત્રી, મેકર્સ એ જાહેર કર્યું સ્ત્રી 2 નું ઓફિશીયલ ટીઝર, આ દિવસે થિયેટર માં રિલીઝ થશે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ

કેબીસી 16 નો નવો પ્રોમો 

કેબીસી 16 ના નવા પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, એક માતા તેની યુવતી ને ઠપકો આપતી જોવા મળે છે. મા કહે છે કે તારા જેવી પહાડ ચડી શકતી છોકરી સાથે કોણ લગ્ન કરશે? આ પછી છોકરી હસતાં હસતાં કહે છે, ‘મા, એક છોકરો લગ્ન કરશે જેના વિચારો પહાડોથી ઊંચા હશે.’ આ પછી અમિતાભ બચ્ચન કહેતા જોવા મળે છે, ‘જીંદગી દરેક વળાંક પર સવાલ પૂછશે, જવાબ આપવા પડશે. ‘


કેબીસી 16 નો નવો પ્રોમો જોઈ લોકો ઉત્સાહિત થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કેબીસી 6 માટે રજિસ્ટ્રેશન 26 એપ્રિલથી શરૂ થઈ ગયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More