ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
બિગબોસના ઘરમાં પોતાના ધાકડ અંદાજથી દરેક કંટેસ્ટંટનો પરસેવો છોડાવનારી અભિનેત્રી કવિતા કૌશિક ફરી એક વખત ચર્ચામાં આવી છે. હાલના દિવસોમાં કવિતા કૌશિક ગોવામાં તેના પતિ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

કવિતા એ ચાહકો સાથે પોતાના વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા છે.જેમાં તેણે લાલ બિકિની પહેરી છે. કવિતાનો લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં અભિનેત્રી કવિતા કૌશિકનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કવિતા કૌશિક ટીવી શો FIRથી દરેક ઘરમાં પ્રસિદ્ધ બની છે. તો તાજેતરમાં બિગ બોસ 14માં એજાઝ ખાન અંગે નિવેદન આપીને ચર્ચામાં આવી હતી. તેણે 2017માં રોની બિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. તેણે શો 'કુટુંબ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે કહાની ઘર ઘર કી, કુસુમ, પિયા કા ઘર, તુમ્હારી દિશા, અને CIDમાં કામ કર્યું હતું.