ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સિરિયલ ‘અનુપમા’ એક વાર ફરી TRP રેસમાં સૌથી આગળ છે. આ સપ્તાહે શોએ બીજા શોને પાછળ છોડી દીધા છે. સિરિયલનો લેટેસ્ટ ટ્રૅક ખૂબ જ મજેદાર થઈ ગયો છે. આવનારા એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા પોતે તૈયાર થવામાં બિઝી થઈ જાય છે. પોતાના વાળ અને મેક-અપ કરવામાં એટલી મશગૂલ થઈ જાય છે કે તે પાખીને ઇગ્નોર કરવા લાગે છે. કાવ્યા પાખીનો મેક-અપ કરવા માટે ના પાડી દે છે, જ્યારે આ વાતની ખબર અનુપમાને પડે છે એવી તરત જ તે પોતાની દીકરીને મદદ કરવાનો નિર્ણય કરે છે. પાખીની મદદ માટે અનુપમા પાખીના રૂમમાં એક મૅડમને મદદ માટે મોકલે છે. કાવ્યા આ જોઈને પાખી ઉપર ગુસ્સે થાય છે અને પાખીને સૉરી કહેવાનું કહે છે. આ સાંભળીને પાખીને બાપુજીની વાત યાદ આવે છે કે તેને અનુપમાને સૉરી કહેવા માટે કહ્યું હતું. અનુપમા નથી ઇચ્છતી કે પાખી કોઈ પણ કિંમતે કૉમ્પિટિશન હારે એથી તે તેની દરેક પરિસ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર રહે છે.
કરણ મહેરા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યા બાદ બિગ બૉસ 15નો હિસ્સો બનશે નિશા રાવલ? જાણો વિગત
હવે તમે એવું ના વિચારતાં કે અનુપમાની લાઇફ આસાન થવાની છે, આગળ તેની મુશ્કેલીઓ વધશે. શોમાં બહુ મોટો ટ્વિસ્ટ આવવાનો છે, આવનાર એપિસોડ ખૂબ જ દિલધડક થવાના છે.