News Continuous Bureau | Mumbai
સોની ટીવી(Sony TV) પર 11 ઓક્ટોબરે પ્રસારિત થનારો ટીવી શો(TV show) 'કૌન બનેગા કરોડપતિ(Kaun banega Crorepati)' ખૂબ જ ખાસ બનવાનો છે. આ દિવસે, શોના હોસ્ટ અને અભિનયની દુનિયાના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચનનો(Amitabh Bachchan) 80મો જન્મદિવસ કેબીસીના સેટ (sets of KBC) પર ઉજવવામાં આવશે. હા, બિગ બી 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. આ જ કારણ છે કે સોની ટીવી બિગ બીના ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે ખાસ પ્લાનિંગ કરી રહ્યું છે. જે પ્રોમો સામે આવ્યો છે તે મુજબ, અભિષેક બચ્ચન(Abhishek Bachchan) અને જયા બચ્ચન(Jaya Bachchan) શોમાં દેખાવાના છે.
સોની ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram account) પર શોનો પ્રોમો રિલીઝ(Promo release) કર્યો હતો, જેમાં 11 ઓક્ટોબરે યોજાનારી ધમાલની ઝલક દર્શાવવામાં આવી હતી. કેબીસીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે અમિતાભ, જયા અને અભિષેક બચ્ચન એકસાથે શોનો ભાગ હશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે અમિતાભને ખબર પડે છે કે તેમની પત્ની અને પુત્ર KBC સ્ટેજ પર સ્પેશિયલ ગેસ્ટ(special guest) તરીકે આવ્યા છે તો તેઓ ભાવુક થઈ જાય છે અને તેમની આંખ માંથી આંસુ આવવા લાગે છે.. તે શોમાં તેના પુત્ર અને પત્નીનું શાનદાર સ્વાગત કરે છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર- બોલિવુડ અને ટીવીના જાણીતા એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન- લાંબા સમયથી આ મોટી બીમારીથી હતા પીડિત
જો કે, શો દરમિયાન જયા બચ્ચન કંઈક એવું કહે છે જે સાંભળીને અમિતાભ ભાવુક(Emotional) થઈ જાય છે. તેની આંખો ભીની થઈ જાય છે અને તે પોતાના આંસુ રોકી શકતો નથી. અમિતાભને રડતા જોઈ સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ જાય છે. તમને જણાવી દઈએ કે શો દરમિયાન બચ્ચન પરિવારની ખાસ બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળે છે.અમિતાભ બચ્ચન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો આજે તેમની ફિલ્મ ‘ગુડબાય’ રિલીઝ થઇ રહી છે. આ ઉપરાંત અભિનેતા સૂરજ બડજાત્યા ની ફિલ્મ ‘ઊંચાઈ’ માં જોવા મળશે.