Site icon

KBC 14- સ્પર્ધકે પૂછ્યું કે શું અમિતાભ બચ્ચન પોતાના પેહરેલા કપડાં ફરી વાર પેહરે છે

News Continuous Bureau | Mumbai

કેબીસી 14 માં(KBC 14), અમિતાભ બચ્ચનને(Amitabh Bachchan) એક પ્રતિભાગીએ પૂછ્યું કે શું અમિતાભ બચ્ચન કપડાંનું પુનરાવર્તન(Repetition of clothing) કરે છે. જાણો શું જવાબ મળ્યો

Join Our WhatsApp Community

કૌન બનેગા કરોડપતિમાં(Kaun Banega Crorepati,), સ્પર્ધકો અને હોસ્ટ અમિતાભ બચ્ચન વચ્ચે ઘણીવાર રસપ્રદ વાતચીત થાય છે. બિગ બી ક્યારેક પાર્ટિસિપન્ટ્સને રસપ્રદ પ્રશ્નો પૂછે છે તો ક્યારેક શોમાં ભાગ લેવા આવતા લોકો ક્લીન બોલ્ડ અમિતાભ બચ્ચનને તેમના પ્રશ્નો પૂછે છે. આ વખતે સ્પર્ધક પિંકીએ(Contestant Pinky) સવાલ-જવાબની વચ્ચે અમિતાભ બચ્ચનને ફિલ્મ સ્ટાર્સની (film stars) લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ એક સવાલ પણ પૂછ્યો હતો. તેણે પૂછ્યું, શું બિગ બી તેમના કપડાનું પુનરાવર્તન કરે છે? આનો એક રમુજી જવાબ મળ્યો.

અમિતાભ બચ્ચને આ શોની શરૂઆત સ્પર્ધક  મધુ  સાથે કરી હતી. તેણે 3,20,000 રૂપિયા જીત્યા. તે 6,40,000 રૂપિયા માટે જવાબ આપી શકી ન હતી. મધુ પછી પિંકી હોટસીટ પર બેઠી. પિંકીની ખુશીનો પાર ન રહ્યો. હોસ્ટ અમિતાભ બચ્ચન તેને પાણી આપે છે. સવાલો વચ્ચે, પિંકીએ અમિતાભ બચ્ચનને પૂછ્યું કે તેને કેમ લાગે છે કે સેલિબ્રિટીઓ(celebrities) તેમના કપડાનું પુનરાવર્તન કરતા નથી અથવા પોતાના કપડા ધોતા નથી અને એકના એક કપડા નથી પેહરતા શું એ સાચું છે? 

આ સમાચાર પણ વાંચો :  76 સફેદ હીરા-18 કેરેટ સોનું- આ છે 27 કરોડની કિંમતની ઘડિયાળ- વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળમાં 110 હીરા જડ્યા- આંખોને આંજીનાખે તેવા ફોટોગ્રાફ અહીં જુઓ 

બિગ બીએ ખુલાસો કર્યો રહસ્ય

આના પર અમિતાભ બચ્ચને જવાબ આપ્યો કે તેમની પાસે એકદમ ખોટી માહિતી છે કારણ કે તેઓ હંમેશા તેમના કપડા ધોતા હોય છે અને પુનરાવર્તન પણ કરતા હોય છે . જોકે, શૂટિંગ દરમિયાન તેમને ફેન્સી કપડાં પહેરવા પડે છે. આ સિવાય તે હંમેશા પોતાના કપડાનું પુનરાવર્તન કરે છે .

જન્મદિવસ પર સરપ્રાઈઝ મળશે(birthday Surprice)

આવતા અઠવાડિયે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. તે 80 વર્ષનો થઈ રહ્યો છે. બર્થડે સ્પેશિયલ એપિસોડમાં તેને એક મોટું સરપ્રાઈઝ મળશે. તેમનો પુત્ર અભિષેક અને પત્ની જયા આ શોમાં હાજરી આપશે. અમિતાભ બચ્ચન તેમને જોઈને ભાવુક થઈ જશે. લોકોને શોના પ્રોમો ખૂબ જ રસપ્રદ લાગી રહ્યા છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version