News Continuous Bureau | Mumbai
KBC 15 The archies: કેબીસી ના મંચ પર ધ આર્ચીઝ ની પુરી ટિમ પહોંચી હતી. ફિલ્મ ધ આર્ચીઝ થી શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન, શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા એ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન આ ફિલ્મ ની આખી ટિમ કેબીસી માં પહોંચી છે. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.જેમાં બિગ બી તેમના પૌત્રને મસ્કા લગાવવા બદલ ઠપકો આપતા જોવા મળ્યા હતા.તેમજ સુહાના ખાન નો જવાબ સાંભળી બિગ બી એ કહ્યું ‘હે ભગવાન’!
સુહાના ખાને બિગ બી ને આસાન સવાલ પૂછવા કહ્યું
સોશિયલ મીડિયા પર કેબીસી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, સુહાના ખાન ધ આર્ચીઝ ની ડાયરેક્ટર ઝોયા અખ્તર સાથે હોટ સીટ પર બેઠી છે. આ દરમિયાન સુહાના અમિતાભ બચ્ચનને સરળ પ્રશ્નો પૂછવા વિનંતી કરી રહી હતી. આ પછી, અમિતાભ બચ્ચન સુહાના ખાનને પૂછે છે, સુહાના જી, અહીં આવતા પહેલા શાહરૂખ સાહેબે તમને શું સલાહ આપી હતી? જેના જવાબ માં સુહાના ખાન કહે છે કે,હું તમને ફક્ત યાદ અપાવી દઉં કે તમે તેમના પિતાની ભૂમિકા પણ ભજવી છે તેથી કૃપા કરીને સરળ પ્રશ્નો પૂછો. આ સાંભળીને અમિતાભ જોર જોરથી હસવા લાગે છે અને કહે છે હે ભગવાન!’
Haaye… Meri gudiya ☺️ @iamsrk Our little girl on KBC! Goooosh 🥹 Such a Cutie.. Papa ke father ka role play kiya hai Amitji ne so ask easy questions 🤪 From watching you to host it, to promote there to our lil Suhana now it’s so emotional 💗#SuhanaKhanpic.twitter.com/UbisZ45gSb
— ❥ Sнαн ᏦᎥ Ᏸ𝐢ω𝐢 𓀠 (@JacyKhan) December 11, 2023
અગસ્ત્ય નંદા ને બિગ બી એ આપ્યો ઠપકો
સોની ટીવી એ કિબીસી નો પ્રોમો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અગસ્ત્ય નંદા તેના કોસ્ટાર્સ સાથે હોટ સીટ પર બેઠો છે. તે અમિતાભ બચ્ચનને નાનુ કહીને તેમને સરળ પ્રશ્નો પૂછવા વિનંતી કરી રહ્યો છે. જેના પર અમિતાભ બચ્ચન અગસ્ત્યને ઠપકો આપે છે અને કહે છે કે અહીં કોઈ નાનુ નહીં ચાલે…જોકે બિગ બી મજાકમાં આ વાત કહે છે. આ સાંભળીને અગસ્ત્ય પણ હસવા લાગે છે.ત્યારબાદ બિગ બી અગસ્ત્ય ના જન્મ સાથે જોડાયેલો કિસ્સો શેર કરતા ભાવુક થઇ જાય છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઉપરાંત ‘ધ આર્ચીઝ’ના સ્ટાર્સ ખુશી કપૂર, યુવરાજ મેંડા, વેદાંગ રૈના, મિહિર આહુજા, અદિતિ સેહગલ પણ શો કૌન બનેગા કરોડપતિનો ભાગ હશે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો