Site icon

KBC 15 The archies: કેબીસી ના મંચ પર પહોંચી ધ આર્ચીઝ ની ટિમ, અગસ્ત્ય નંદા અને સુહાના લગાવવા ગયા લાગવગ તો અમિતાભ બચ્ચને આ રીતે લગાવી બંને ની ક્લાસ

KBC 15 The archies: કેબીસી ના મંચ પર ધ આર્ચીઝ ની ટિમ પહોંચી હતી. આ દરમિયાન સુહાના ખાન અને અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન ને મસ્કા મારતા જોવા મળ્યા હતા અને તેમને આસાન સવાલ પૂછવા કહી રહ્યા હતા. આના પર અમિતાભ બચ્ચને જે જવાબ આપ્યો તે વાયરલ થઇ રહ્યો છે.

kbc 15 the archies team reach at the show suhana khan and agastya nanda request to amitabh bachchan please ask easy question

kbc 15 the archies team reach at the show suhana khan and agastya nanda request to amitabh bachchan please ask easy question

News Continuous Bureau | Mumbai

KBC 15 The archies:  કેબીસી ના મંચ પર ધ આર્ચીઝ ની પુરી ટિમ પહોંચી હતી. ફિલ્મ ધ આર્ચીઝ થી શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન, શ્રીદેવી ની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા એ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન આ ફિલ્મ ની આખી ટિમ કેબીસી માં પહોંચી છે. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.જેમાં બિગ બી તેમના પૌત્રને મસ્કા લગાવવા બદલ ઠપકો આપતા જોવા મળ્યા હતા.તેમજ સુહાના ખાન નો જવાબ સાંભળી બિગ બી એ કહ્યું ‘હે ભગવાન’!

Join Our WhatsApp Community

 

સુહાના ખાને બિગ બી ને આસાન સવાલ પૂછવા કહ્યું 

સોશિયલ મીડિયા પર કેબીસી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, સુહાના ખાન ધ આર્ચીઝ ની ડાયરેક્ટર ઝોયા અખ્તર સાથે હોટ સીટ પર બેઠી છે. આ દરમિયાન સુહાના અમિતાભ બચ્ચનને સરળ પ્રશ્નો પૂછવા વિનંતી કરી રહી હતી. આ પછી, અમિતાભ બચ્ચન સુહાના ખાનને પૂછે છે, સુહાના જી, અહીં આવતા પહેલા શાહરૂખ સાહેબે તમને શું સલાહ આપી હતી? જેના જવાબ માં સુહાના ખાન કહે છે કે,હું તમને ફક્ત યાદ અપાવી દઉં કે તમે તેમના પિતાની ભૂમિકા પણ ભજવી છે તેથી કૃપા કરીને સરળ પ્રશ્નો પૂછો. આ સાંભળીને અમિતાભ જોર જોરથી હસવા લાગે છે અને કહે છે હે ભગવાન!’

અગસ્ત્ય નંદા ને બિગ બી એ આપ્યો ઠપકો 

સોની ટીવી એ કિબીસી નો પ્રોમો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અગસ્ત્ય નંદા તેના કોસ્ટાર્સ સાથે હોટ સીટ પર બેઠો છે. તે અમિતાભ બચ્ચનને નાનુ કહીને તેમને સરળ પ્રશ્નો પૂછવા વિનંતી કરી રહ્યો છે. જેના પર અમિતાભ બચ્ચન અગસ્ત્યને ઠપકો આપે છે અને કહે છે કે અહીં કોઈ નાનુ નહીં ચાલે…જોકે બિગ બી મજાકમાં આ વાત કહે છે. આ સાંભળીને અગસ્ત્ય પણ હસવા લાગે છે.ત્યારબાદ બિગ બી અગસ્ત્ય ના જન્મ સાથે જોડાયેલો કિસ્સો શેર કરતા ભાવુક થઇ જાય છે. 


તમને જણાવી દઈએ કે, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઉપરાંત ‘ધ આર્ચીઝ’ના સ્ટાર્સ ખુશી કપૂર, યુવરાજ મેંડા, વેદાંગ રૈના, મિહિર આહુજા, અદિતિ સેહગલ પણ શો કૌન બનેગા કરોડપતિનો ભાગ હશે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version