Site icon News Continuous Bureau | Mumbai

KBC 16: દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવતા IPS મનોજ કુમાર શર્મા એ કહ્યું એવું કે અમિતાભ બચ્ચને પણ તેની સામે જોડ્યા હાથ

KBC 16: કેબીસી 16 ના મંચ પર IPS મનોજ કુમાર શર્મા તેમના પરિવાર સાથે આવ્યા હતા. આ શો માં અભિનેતા વિક્રાંત મેસી પણ હતો. દરમિયાન મનોજ કુમાર શર્મા એ દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવ્યું હતું.

KBC 16 amitabh bachan praised ips manoj kumar sharma

KBC 16 amitabh bachan praised ips manoj kumar sharma

News Continuous Bureau | Mumbai

 KBC 16: કેબીસી 16 ના મંચ પર IPS મનોજ કુમાર શર્મા અને વિક્રાંત મેસી પહોંચ્યા હતા. આ શો માં મનોજ કુમાર શર્મા તેમની પત્ની શ્રદ્ધા અને માતા સાથે આવ્યો હતો. આ શો માં મનોજ કુમાર શર્મા એ ઘણા ખુલાસા કર્યા હતા.આ સાથે મનોજ કુમાર શર્મા એ દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

કેબીસી 16 ના મંચ પર મનોજ કુમાર શર્મા 

કેબીસી 16 નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં મનોજ કુમાર શર્મા ની માતા અમિતાભ બચ્ચન ને ફરિયાદ કરતી  છે તે મનોજ વિશે એમ કહી રહી છે કે તેઓ ક્યારેય પરિવાર સાથે ઘરમાં કોઈ તહેવાર ઉજવતા નથી. અમિતાભ બચ્ચને મનોજ કુમાર ને આનું કારણ પૂછ્યું જેના જવાબ માં તેમને કહ્યું, ‘સાહેબ મેં ક્યારેય દિવાળી ઉજવી નથી. એકવાર તમે યુનિફોર્મ પહેરી લો, પછી તમારો કોઈ ધર્મ, જાતિ કે ભાષા રહેતી નથી. તમારે તમારું આખું જીવન દેશને સમર્પિત કરવું પડશે. કોઈ નિશ્ચિત ડ્યુટી નથી, 12 કલાક, 24 કલાક, ક્યારેક અમે ત્રણ દિવસ ઘરે નથી જતા, સાહેબ પોલીસ દળમાં જોડાવાનો અર્થ ધર્મ, જાતિ અથવા ભાષાને બાજુ પર રાખવાનો છે કારણ કે તેમનું ધ્યાન સંપૂર્ણપણે રાષ્ટ્રની સેવા પર હોય છે.’


મનોજ કુમાર શર્મા એ પોતાની વાત ને આગળ વધારતા કહ્યું, ‘પોલીસ અધિકારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સમગ્ર સમાજ ઉજવણી કરી રહ્યો હોય અને આનંદ કરી રહ્યો હોય, તે સુનિશ્ચિત કરે કે તેમની ખુશી ના બગાડે એવું કંઈ ન બને. તેઓ સામાજિક પરિવર્તન એજન્ટ છે જે સમાજમાં પરિવર્તન લાવે છે.’ મનોજ કુમાર શર્મા ની આ વાત સાંભળી અમિતાભ બચ્ચને  કહ્યું, સાહેબ, આજે ફક્ત તમને જ નહીં પરંતુ તમામ પોલીસકર્મીઓ ને હું હાથ જોડીને કહું છું કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version