News Continuous Bureau | Mumbai
KBC 17: ‘કૌન બનેગા કરોડપતિ 17’ (KBC 17)ના તાજેતરના એપિસોડમાં ગુજરાત નો વિદ્યાર્થી ઇશિત હોટ સીટ પર બેઠો હતો. શરૂઆતમાં તેની ઉત્સુકતા જોઈને લોકો ખુશ થયા, પણ જેમ જેમ રમત આગળ વધી, તેમ તેમ તેના ઓવર કોન્ફિડન્સ અને વર્તન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા. ઇશિતે અમિતાભ બચ્ચન ને કહ્યું કે “મને નિયમો સમજાવવાની જરૂર નથી”, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી.
આ સમાચાર પણ વાંચો : Mahabharat Returns: 37 વર્ષ બાદ મહાભારતની ધમાકેદાર વાપસી, હવે AI અવતારમાં OTT અને ટીવી પર મચાવશે ધૂમ, જાણો કયારે જોઈ શકશો આ મહાકાવ્ય
અમિતાભ બચ્ચન સામે ઉદ્ધત વર્તન
શો દરમિયાન ઇશિત વારંવાર અમિતાભની વાત ને વચ્ચે થી કાપી બોલતો રહેતો હતા. અમિતાભે આ બધું શાંતિથી સહન કર્યું અને હસીને આગળ વધ્યા. અંતે, ઇશિત પાંચમા પ્રશ્ન પર ખોટો જવાબ આપીને શોમાંથી બહાર થઈ ગયો. પ્રશ્ન હતો – “રામાયણનો પહેલો અધ્યાય કયો છે?” સાચો જવાબ હતો – બાલકાંડ, જ્યારે ઇશિતે અયોધ્યાકાંડ કહ્યું. યૂઝર્સે બાળકના વર્તન પર ટીકા કરી. એક યુઝરે લખ્યું – “બાળકોને શિક્ષણ આપો, પણ સાથે સંસ્કાર પણ શીખવો.” અમિતાભ બચ્ચનના શાંત અને સંયમભર્યા પ્રતિસાદની પ્રશંસા પણ થઈ રહી છે.
Very satisfying ending!
Not saying this about the kid, but the parents. If you can’t teach your kids humility, patience, and manners, they turn out to be such rude overconfident lot. Not winning a single rupee will surely pinch them for a long time.
pic.twitter.com/LB8VRbqxIC— THE SKIN DOCTOR (@theskindoctor13) October 12, 2025
T 5530 – कुछ कहने को है नहीं, बस स्तब्ध !!!
— Amitabh Bachchan (@SrBachchan) October 12, 2025
વિડિયો વાયરલ થયા પછી અમિતાભ બચ્ચને એક ટૂંકા ટ્વીટમાં લખ્યું: “કહેવાનું કંઈ નથી… બસ સ્તબ્ધ !!!” આ ટ્વીટને લોકો બાળકની હરકત પર તેમનો પ્રતિસાદ માનીને શેર કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)