Keerthy suresh: કીર્તિ સુરેશ એ તેના લગ્ન માં પહેરી હતી આટલા વર્ષ જૂની સાડી, જાણવી તેની પાછળ ની ભાવુક વાર્તા

Keerthy suresh: કીર્તિ સુરેશ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. કીર્તિ એ તાજેતર માં જ તેના લાંબા સમય ના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેણે જણાવ્યું કે તેને તેના લગ્નમાં 30 વર્ષ જૂની સાડી પહેરી હતી.

by Zalak Parikh
keerthy suresh reveals she wore 30 years old red saree in her wedding

News Continuous Bureau | Mumbai

Keerthy suresh: કીર્તિ સુરેશ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે કીર્તિ એ બેબી જોન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. તાજતેર માં જ કીર્તિ એ તેના બોયફ્રેન્ડ એન્ટોની થટીલ સાથે લગ્ન કર્યા હતા. કીર્તિ એ તેના લગ્ન માં લાલ સાડી પહેરી હતી જે 30 વર્ષ જૂની હતી. કીર્તિ એ તેના લગ્ન માં 30 વર્ષ જૂની સાડી પહેરવા પાછળ ની ભાવુક વાર્તા જણાવી હતી. 

આ સમાચાર પણ વાંચો: Sooraj barjatya: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ચાલશે સૂરજ બડજાત્યા નો જાદુ,આ સીરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

કીર્તિ એ પહેરી 30 વર્ષ જૂની સાડી 

કીર્તિ એ તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, તેણી એ તેના લગ્નના દિવસે પહેરેલી સુંદર લાલ સાડી તેની માતાની અમૂલ્ય વારસો હતી, જે કુટુંબના ઇતિહાસનો 30 વર્ષ જૂનો ભાગ છે. ક્લાસિક સાડીને આધુનિક સ્વરૂપ આપવા માટે, પ્રખ્યાત ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા તેની પુનઃકલ્પના કરવામાં આવી હતી. ડિઝાઇનરે ડ્રેસ પર સિલ્વર અને રેડ કલરનું મિશ્રણ કર્યું હતું. કીર્તિ એ ખુલાસો કર્યો હતો કે જયારે તેને તેની માતા ના કબાટ માં આ સાડી જોઈ ત્યારે જ તેને તેના લગ્ન માં આ સાડી પહેરવાનો નિર્ણય કર્યો હતો. 


કીર્તિ સુરેશે 12 ડિસેમ્બર, 2024 ના રોજ ગોવામાં એક ભવ્ય સમારંભમાં તેના બોયફ્રેન્ડ એન્ટોની થટીલ સાથે લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More