Site icon

The Kerala Story 2 Release Ban: ‘ધ કેરળ સ્ટોરી ૨’ પર કેરળ હાઈકોર્ટે લગાવી રોક: રિલીઝના એક દિવસ પહેલા જ મેકર્સને મોટો ઝટકો; હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે વિપુલ શાહ

The Kerala Story 2 Release Ban: ‘સેન્સર બોર્ડે મગજ વાપર્યા વગર સર્ટિફિકેટ આપી દીધું’ - હાઈકોર્ટની કડક ટિપ્પણી; સામાજિક સૌહાર્દ બગાડવાની આશંકા વ્યક્ત કરી રિલીઝ અટકાવી.

Kerala High Court Stays Release of 'The Kerala Story 2'; Makers to Move Supreme Court Against the Interim Ban.

Kerala High Court Stays Release of 'The Kerala Story 2'; Makers to Move Supreme Court Against the Interim Ban.

News Continuous Bureau | Mumbai

The Kerala Story 2 Release Ban: ‘ધ કેરળ સ્ટોરી ૨’  ૨૭ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં દસ્તક આપવાની હતી, પરંતુ રિલીઝના ૨૪ કલાક પહેલા જ કેરળ હાઈકોર્ટે તેની પ્રદર્શિત થવા પર વચગાળાની રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની ઝાટકણી કાઢતા કહ્યું કે, એવું લાગે છે કે બોર્ડે કોઈ પણ દિશાનિર્દેશોનું પાલન કર્યા વગર જ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે.ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહે હાઈકોર્ટના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરાત કરી છે કે તેઓ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. મેકર્સનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય રિલીઝ અને ડિસ્ટ્રીબ્યુશન માટેના તમામ કરારો થઈ ચૂક્યા છે, તેથી રિલીઝ અટકાવવાથી મોટું આર્થિક નુકસાન થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ‘ViRosh’ Wedding: વિજય-રશ્મિકાના લગ્નમાં PM મોદીનું સ્પેશિયલ ગેસ્ચર: નવયુગલને પત્ર લખી પાઠવ્યા આશીર્વાદ; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પીએમની શુભેચ્છા

હાઈકોર્ટે સેન્સર બોર્ડને કેમ ફટકાર લગાવી?

જસ્ટિસ ની સિંગલ જજની બેન્ચે સુનાવણી દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આટલી વિવાદાસ્પદ સામગ્રી હોવા છતાં ફિલ્મને ‘A’ ને બદલે ‘U/A’ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું? કોર્ટે કહ્યું કે પ્રમાણપત્ર આપતી વખતે CBFC એ સામાજિક સૌહાર્દ જાળવવા માટેના જરૂરી નિયમોને ધ્યાનમાં રાખ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાતું નથી.


સુનાવણીમાં અરજદાર, ફિલ્મમેકર્સ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જ્યારે પ્રોડ્યુસર્સે ઉતાવળમાં નિર્ણય લેવા વિનંતી કરી, ત્યારે જસ્ટિસ એ  કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે ‘કોર્ટને ઘેરવાનો પ્રયાસ ન કરો’. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમામ પાસાઓને સાંભળ્યા બાદ જ આખરી આદેશ આપવામાં આવશે.હવે બધી નજર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના સ્ટે પર રોક લગાવે તો જ ફિલ્મ રિલીઝ થઈ શકશે. ૨૦૨૩માં જ્યારે આ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે પણ ભારે વિવાદ થયો હતો, અને હવે બીજા ભાગને લઈને ફરી એકવાર કાયદાકીય અને રાજકીય જંગ છેડાયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version