Site icon

KGF ચેપ્ટર 2 એ તોડ્યો રેકોર્ડ, માત્ર એડવાન્સ બુકિંગ માં જ વેચાઈ આટલા હજાર ટિકિટ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

કન્નડ ફિલ્મ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF ચેપ્ટર 2 આવતા અઠવાડિયે એટલે કે 14 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સાથે ફિલ્મે પ્રી-બુકિંગનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. અહેવાલો અનુસાર, યુકેમાં માત્ર 12 કલાકમાં KGF 2 ની 5 હજારથી વધુ ટિકિટ બુક થઈ ગઈ હતી. આના પરથી સમજી શકાય છે કે ચાહકો કેટલી આતુરતાથી યશની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સંજય દત્ત અને રવિના ટંડન પણ ફિલ્મની પ્રી-બુકિંગ જાહેરાત કાર્યક્રમમાં દેખાયા હતા

Join Our WhatsApp Community

આ ઈવેન્ટમાં રવિના ટંડન યલો ડ્રેસમાં જોવા મળી હતી, તો સંજય દત્ત બ્લેક પેન્ટ અને ગ્રે કલરની ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. રવિના ટંડનની સાથે તેના પતિ અનિલ થડાની પણ હતા. અનિલ થડાની એક ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર છે. આ સિવાય ફિલ્મના લીડ એક્ટર યશ અને હીરોઈન શ્રીનિધિ શેટ્ટી પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે KGF ચેપ્ટર 2 એકસાથે પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. તેમાં કન્નડ સિવાય તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીના પિતાએ આ કારણે વેચવું પડ્યું ઘર, અભિનેત્રીએ જણાવી આપવીતી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે KGF ચેપ્ટર 2નું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મ સારી ચાલી રહી છે. જોકે, ફિલ્મને સુપરહિટ કેટેગરીમાં આવવા માટે ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે. આ સાથે ફિલ્મે RRRનો રેકોર્ડ તોડવા માટે પણ સારું પ્રદર્શન કરવું પડશે. જો કે, KGF 2 પ્રથમ દક્ષિણ ભારતીય મૂવી છે, જે ગ્રીસમાં રિલીઝ થવા જઈ રહી છે.

Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે પાછળ છોડી અધધ આટલા કરોડની વિશાળ લેગસી!
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Dharmendra Passes Away: બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું અવસાન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
Exit mobile version