ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
‘ખતરોં કે ખિલાડી’ ટેલિવિઝન જગતમાં સૌથી વધારે લોકપ્રિય ઍડ્વેન્ચર આધારિત રિયાલિટી શોમાંનો એક છે. આ શો લાંબા સમયથી રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક એવો શો છે જેમાં મશહૂર સેલિબ્રિટી એકસાથે ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળે છે.
અક્ષયકુમારે પોતે જણાવ્યું કે શા માટે તે બૉલિવુડની પાર્ટીમાં જતો નથી; કારણ જાણી ચોંકી જશો
‘ખતરોં કે ખીલાડી’માં રોહિત શેટ્ટી હંમેશાં કન્ટેસ્ટન્ટનો ઉત્સાહ વધારતો જોવા મળે છે. સિઝન ૧૧નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને બધા કન્ટેસ્ટન્ટ દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં શૂટિંગ કરી રહ્યા છે. આ શોમાં દિવ્યંકા ત્રિપાઠી દહિયા, રાહુલ વૈદ્ય, નિકી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ, અભિનવ શુક્લા, આસ્થા ગિલ, અનુષ્કા સેન, અર્જુન બિજલાની, શ્વેતા તિવારી જેવી લોકપ્રિય હસ્તી આ શોમાં નજર આવશે. હવે સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને શું આ શોને ટૉપ થ્રી ફાઇનલિસ્ટ મળી ચૂક્યા છે?