ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે અને ધીમે-ધીમે ટીવી-ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ તેનો શિકાર થઈ રહ્યા છે. હાલમાં જ ટીવીની દુનિયાના જાણીતા કલાકાર નકુલ મહેતા આ ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા છે. નકુલ બાદ હવે અર્જુન બિજલાનીને પણ કોરોના થયો છે.અર્જુને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે અને તેના ફેન્સને પણ સાવધ રહેવાની સલાહ આપી છે. પોતાનો એક લેટેસ્ટ વિડીયો શેર કરતા અભિનેતાએ ચાહકોને પોતાના માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્જુન બિજલાની એક વખત કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.
ખતરોં કે ખિલાડી 11ના વિજેતા અર્જુન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મનું ટાઈટલ સોંગ 'એક મેં ઔર એક તુ' વાગી રહ્યું છે. વીડિયો શેર કરતા અર્જુને લખ્યું કે, 'આ રીતે કોરોના ગીત ગાય છે અને જ્યારે તમને ખબર પડે છે કે તમે પોઝિટિવ છો ત્યારે તમારા એક્સપ્રેશન આ રીતે છે. મને હળવા લક્ષણો છે, મેં મારી જાતને રૂમમાં અલગ કરી દીધો છે અને હું મારી સંભાળ રાખું છું. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો. કૃપા કરીને કાળજી લો અને માસ્ક પહેરો. ભગવાન દરેકનું ભલું કરે.
અલી ફઝલ અને રિચા ચઢ્ઢા 2022ના આ મહિનામાં કરી શકે છે લગ્ન; જાણો વિગત
અર્જુન બિજલાણી લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે છેલ્લે રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં જોવા મળ્યો હતો. અર્જુન બિજલાનીએ ઘણા હિટ ટીવી શોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રીમિક્સ, લેફ્ટ રાઈટ લેફ્ટ, ગીત હુઈ સબસે પરાઈ, નાગિન અને ઈશ્ક મેં મરજાવા જેવા શો આ યાદીમાં સામેલ છે. અર્જુન ટૂંક સમયમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સીઝનમાં હોસ્ટ તરીકે જોવા મળશે.