News Continuous Bureau | Mumbai
કિયારા અડવાણીએ સોમવારે પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે તે હાલમાં જ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશન માટે નીકળી હતી. કિયારા અને સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ સાહસિક અંદાજમાં ઉજવ્યો. કિયારાએ એક વીડિયો શેર કર્યો જેમાં તે સિદ્ધાર્થ સાથે ડીપ ડાઈવ કરતી જોવા મળી હતી. તેણે કાળા રંગની મોનોકિની પહેરી છે અને તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. કિયારાની આ પોસ્ટ પર બોલિવૂડ સ્ટાર્સે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
કિયારા અડવાણી એ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આ રીતે કરી બર્થડે ની ઉજવણી
વીડિયો શેર કરતી વખતે કિયારાએ લોકેશનનો ખુલાસો કર્યો નથી. સિદ્ધાર્થ અને કિયારા યાટ દ્વારા આ સુંદર જગ્યાએ પહોંચ્યા હતા. બન્ને સાથે મળીને સમુદ્રમાં કૂદી પડે છે. તેઓ સ્વિમિંગ કરતી વખતે કૅમેરા તરફ જોઈને ચીસો પાડે છે, સ્મિત કરે છે અને પોઝ આપે છે. કિયારાએ કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે ટુ મી’.
આ સમાચાર પણ વાંચો : Bihar Caste Census: બિહારમાં ચાલુ રહેશે જાતિ ગણતરી, પટના હાઈકોર્ટે નીતિશ સરકારના પક્ષમાં આપ્યો નિર્ણય.. જાણો શું છે સમગ્ર મામલો..
