Site icon News Continuous Bureau | Mumbai

kiara Advani : બ્લેક મોનોકીની માં કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પાણીમાં લગાવી આગ,અભિનેત્રી એ આ રીતે કર્યો પોતાનો બર્થ ડે સેલિબ્રેટ

કિયારા અડવાણી બર્થડે સેલિબ્રેશન માટે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશન પર ગઈ હતી. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દરિયામાં ડૂબકી લગાવી રહી છે. કિયારાએ બ્લેક મોનોકિની પહેરી છે.

kiara advani looks hot in monokini with husband sidharth malhotra

kiara advani looks hot in monokini with husband sidharth malhotra

News Continuous Bureau | Mumbai

કિયારા અડવાણીએ સોમવારે પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસને સેલિબ્રેટ કરવા માટે તે હાલમાં જ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે વેકેશન માટે નીકળી હતી. કિયારા અને સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અભિનેત્રીએ પોતાનો જન્મદિવસ સાહસિક અંદાજમાં ઉજવ્યો. કિયારાએ એક વીડિયો શેર કર્યો જેમાં તે સિદ્ધાર્થ સાથે ડીપ ડાઈવ કરતી જોવા મળી હતી. તેણે કાળા રંગની મોનોકિની પહેરી છે અને તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. કિયારાની આ પોસ્ટ પર બોલિવૂડ સ્ટાર્સે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Join Our WhatsApp Channel

કિયારા અડવાણી એ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આ રીતે કરી બર્થડે ની ઉજવણી

વીડિયો શેર કરતી વખતે કિયારાએ લોકેશનનો ખુલાસો કર્યો નથી. સિદ્ધાર્થ અને કિયારા યાટ દ્વારા આ સુંદર જગ્યાએ પહોંચ્યા હતા. બન્ને સાથે મળીને સમુદ્રમાં કૂદી પડે છે. તેઓ સ્વિમિંગ કરતી વખતે કૅમેરા તરફ જોઈને ચીસો પાડે છે, સ્મિત કરે છે અને પોઝ આપે છે. કિયારાએ કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે ટુ મી’.

 

આ સમાચાર પણ વાંચો : Bihar Caste Census: બિહારમાં ચાલુ રહેશે જાતિ ગણતરી, પટના હાઈકોર્ટે નીતિશ સરકારના પક્ષમાં આપ્યો નિર્ણય.. જાણો શું છે સમગ્ર મામલો..

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version