ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
કિયારા અડવાણી ફેન ફોલોવિગ જોરદાર છે. કબીરસિંહનો પ્રેમ બન્યા બાદ લોકોએ તેને ખૂબ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. કિયારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. અવાર નવાર તે નવી પોસ્ટ શેર કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલ વેકેશનની મજા માણી રહી છે. કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ફિટ જોવા મળી રહી છે.

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના બોલ્ડ અને સેક્સી લુક માટે ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ છે. કિયારા અડવાણી થોડા મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ઇંદુ કી જવાનીમાં જોવા મળી હતી. કિયારા અડવાણી પાસે આ સમયે ત્રણ ફિલ્મો છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તે ફિલ્મ શેરશાહ માં જોવા મળશે.

આ ઉપરાંત તે ફિલ્મ ભૂલ ભુલૈયા, અને જુગ-જુગ જિયોના સહ અભિનેતા અનિલ કપૂર, નીતૂ કપૂર અને વરૂણ ધવન સાથે જોવા મળશે.
