Toxic: યશની ફિલ્મ ‘ટોક્સિક’ માંથી કિયારા અડવાણીનો ફર્સ્ટ લુક રિલીઝ: આંખોમાં આંસુ અને દમદાર અંદાજ જોઈ ફેન્સ થયા આશ્ચર્યચકિત

Toxic: માતૃત્વ ધારણ કર્યા બાદ કિયારા અડવાણીની આ બીજી મોટી ફિલ્મ છે, જે 2026માં સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.

by Zalak Parikh
Kiara Advani's First Look from Yash starrer Toxic Out

News Continuous Bureau | Mumbai

Toxic: સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ લાંબા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા આ ફિલ્મમાંથી યશનો લુક જાહેર કરવામાં આવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણીનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ લુકમાં કિયારા અત્યંત ગંભીર અને ઈમોશનલ અવતારમાં જોવા મળી રહી છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ

કિયારા નો લુક 

મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં કિયારા અડવાણી બ્લેક કલરના ઓફ-શોલ્ડર અને થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. ડાન્સ ફ્લોર પર સ્પોર્ટલાઈટની વચ્ચે ઉભેલી કિયારા ઊંડા વિચારમાં ડૂબેલી છે અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના આ લુકની તુલના પ્રખ્યાત ડીસી કેરેક્ટર હાર્લી ક્વિન સાથે કરી રહ્યા છે.કિયારા અડવાણી માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે કારણ કે માતા બન્યા પછી આ તેની બીજી મોટી ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)


આ ફિલ્મનું નિર્દેશન ગીથુ મોહનદાસ કરી રહ્યા છે. ફિલ્મમાં યશ અને કિયારા ઉપરાંત તારા સુતારિયા, હુમા કુરેશી, રુક્મિણી વસંત, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓમાં એકસાથે શૂટ કરવામાં આવી છે, જે તેની ભવ્યતા દર્શાવે છે.’ટોક્સિક’ ફિલ્મ 19 માર્ચ, 2026 ના રોજ ઈદના અવસરે કુલ છ ભાષાઓમાં રિલીઝ થવાની છે. ખાસ વાત એ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો સીધો મુકાબલો રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ સાથે થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More