ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
ચંડીગઢના સાંસદ અને બૉલિવૂડની અભિનેત્રી કિરણ ખેરની સર્જરી થઈ છે. તેમને બોન કૅન્સર થયું છે અને આ માટે જ તેમની સર્જરી પણ કરવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી મુંબઈની કોકિલાબહેન હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ગુરુવારના દિવસે આશરે ત્રણ કલાક સુધી તેમનું ઑપરેશન ચાલ્યું હતું. આ ઑપરેશન સમયે તેમના પતિ અનુપમ ખેર હૉસ્પિટલમાં હાજર હતા.
સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક
હાલ તેમની તબિયત વિશે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનામાં જ્યારે કિરણ ખેરને ફ્રૅક્ચર થયું ત્યારે એ વાતની જાણકારી બહાર આવી હતી કે તેમને કૅન્સર છે.