ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
‘ફોર મોર શોટ્સ પ્લીઝ' જેવી બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની પર્સનલ લાઈફી લઈ પ્રોફેશનલ લાઈફના કિસ્સા શેર કરતી રહે છે. કીર્તિ કુલ્હારી એ તાજેતરમાં ફરી એકવાર એક ખૂબ જ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રી રેડ લહેંગામાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. ચાહકોને પણ તેનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકો તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને શેર કરી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે કીર્તિ બોલીવુડમાં તેની બોલ્ડ શૈલી માટે ખૂબ પ્રખ્યાત છે.

કીર્તિ કુલ્હારીએ ટીવીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં ખિચડી મૂવીથી ડેબ્યૂ કર્યું. પરંતુ કુલ્હારી વર્ષ 2011માં આવેલ શૈતાન ફિલ્મથી નોટિસ થઈ. પછી તે કેટલીય ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

