ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબિતા અને ટપ્પુની લવ સ્ટોરીએ દરેકના હોશ ઉડાવી દીધા છે. બહુ ઓછા લોકો જાણે છે કે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમના કરતાં નાના છોકરાઓને ડેટ કરી ચૂકી છે. નીચે જુઓ આવી સુંદરીઓની યાદી.
ગૌહર ખાન-ઝૈદ દરબાર
ગૌહર ખાન અને ઝૈદ દરબાર લૉકડાઉનમાં મિત્રો બન્યાં અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. ગૌહર ઝૈદથી 12 વર્ષ મોટી છે.
દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી

ટીવીનું એક સુંદર યુગલ દેબીના અને ગુરમીત મુંબઈમાં મળ્યાં. બહુ ઓછા લોકો જાણે છે કે ગુરમીત દેબીના કરતાં નાનો છે.
અંકિતા ભાર્ગવ-કરણ પટેલ

અંકિતા અને કરણ લગ્ન પહેલાં થોડો સમય એકબીજાને ડેટ કરતાં હતાં. અંકિતા કરણ કરતાં બે વર્ષ મોટી છે.
ટીજે સિદ્ધુ-કરણવીર બોહરા
ટીજે અને કરણવીરનાં લગ્નને 15 વર્ષ થયાં છે અને ત્રણ દીકરીઓ છે. ટીજે કરણ કરતાં બે વર્ષ મોટી છે.
સનાયા ઈરાની-મોહિત સહગલ

સનાયા અને મોહિત પહેલી વખત ટીવી સિરિયલ ‘મિલે જબ હમ તુમ’ના સેટ પર મળ્યાં હતાં. વર્ષ 2016માં બંનેએ લગ્ન કર્યાં. સનાયા પણ મોહિત કરતાં બે વર્ષ મોટી છે.
કિશ્વર મર્ચન્ટ-સુયશ રાય

સિરિયલ 'પ્યાર કી યે એક કહાની'ના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. કિશ્વર પણ સુયશ કરતાં મોટી છે.
શું 'બબિતાજી'એ ટપ્પુ પહેલાં આ અભિનેતા સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું? જાણો વાસ્તવિકતા