News Continuous Bureau | Mumbai
પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે કેકે (KK death)હવે આપણી વચ્ચે નથી. કોલકાતામાં લાઈવ કોન્સર્ટ (Kolkata live concert)બાદ તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે દક્ષિણ કોલકાતાના નઝરૂલ મંચ, (Kolkata Nazrul stage)એક ઓડિટોરિયમમાં આયોજિત કોલેજ ફેસ્ટિવલમાં પરફોર્મ કરી રહ્યા હતા. હવે મામલો કોલકાતા હાઈકોર્ટમાં (Kolkata high court)પહોંચ્યો છે. એડવોકેટે આ મામલે પીઆઈએલ (PIL)દાખલ કરી છે અને સીબીઆઈ (CBI)તપાસની વિનંતી કરી છે.
કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. એડવોકેટે ગાયકના મૃત્યુની સીબીઆઈ તપાસની અપીલ(CBI) કરી છે એને તેમને દલીલ કરી છે કે કોલકાતામાં નઝરુલ મંચ ખાતે સાંજે KK ના પ્રદર્શનમાં સંપૂર્ણ ગેરવહીવટ હતો અને સ્થાનિક વહીવટીતંત્રની ઘોર બેદરકારી તેનું એક મુખ્ય કારણ હતું. તેથી આ ગેરવહીવટ પાછળની બેદરકારીના મુદ્દાઓની સંપૂર્ણ તપાસ થાય અને આ માટે સીબીઆઈ તપાસ જરૂરી બને છે.અહીં કોલકાતા પોલીસ(Kolkata police) કેકેના મૃત્યુની તપાસ કરી રહી છે. જોકે, પોસ્ટમોર્ટમ (postmortem report)રિપોર્ટમાં કેકેના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ(cardiac arrest) તરીકે આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ માં કોરોનાનો પગપેસારો-કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર બાદ હવે આ બે દિગ્ગજ કલાકારો આવ્યા કોરોનાની ઝપેટમાં
તમને જણાવી 31 મેની સાંજે કેકે, કોલકાતામાં નઝરૂલ મંચ તરફથી એક પર્ફોર્મન્સ આપ્યું, ત્યાર બાદ તેમની તબિયત બગડી અને કાર્ડિયાક અરેસ્ટથી(cardiac arrest) તેમનું અવસાન થયું. તેમના મૃત્યુ બાદ સ્થળ પર સતત ગેરવહીવટના આક્ષેપો થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓડિટોરિયમમાં ક્ષમતા કરતા બમણા દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેકેએ પર્ફોર્મન્સ દરમિયાન ઘણી વખત બેચેનીની ફરિયાદ કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભીડને કારણે ઓડિટોરિયમમાં (auditorium)એર કંડિશનની ઠંડક ઘટી ગઈ હતી અને ગૂંગળામણ થઈ હતી.