Site icon

‘મારું ઘર કોવિડ 19 નું હોટસ્પોટ નથી’, નારાજ કરણ જોહરે ‘કોરોના પાર્ટી’ પર આપી આ પ્રતિક્રિયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરે યોજાયેલી પાર્ટી બાદ બોલિવૂડની ઘણી હસ્તીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો ચર્ચામાં આવ્યા બાદ હવે કરણ જોહરે પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે 8 લોકોને એકસાથે ભેગા કરવા એ પાર્ટી નથી. કરણ જોહરે પોસ્ટમાં જણાવ્યું છે કે સુરક્ષાના સંદર્ભમાં તેણે પોતાનો કોવિડ ટેસ્ટ એક વાર નહીં પરંતુ બે વાર કરાવ્યો છે.બીજી તરફ, BMCના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કરીના કપૂર ખાનની મેડ નો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે BMCના અધિકારીઓએ કરણ જોહર, કરીના કપૂર ખાન, અમૃતા અરોરા અને સીમા ખાનની બિલ્ડિંગમાંથી કુલ 145 લોકોનું ટેસ્ટિંગ કર્યું હતું.

કરણ જોહરે આ જાણકારી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને આપી છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, 'મારો પરિવાર અને હું, બધા ઘરે છીએ અને બધાએ તેમનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે. ભગવાનની કૃપાથી અમારા  બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેના બદલે, સુરક્ષાના દૃષ્ટિકોણથી મેં 2 વખત મારો ટેસ્ટ કરાવ્યો છે.બીજી તરફ, BMC અનુસાર, બુધવારે કરણ જોહર, કરીના કપૂર ખાન, અમૃતા અરોરા અને સીમા ખાનની બિલ્ડિંગના કુલ 108 લોકોનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. BMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેલિબ્રિટીના સંપર્કમાં રહેલા કુલ 145 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે 37 લોકોના ટેસ્ટ રિઝલ્ટ આવવાના બાકી છે. એ પણ નોંધનીય છે કે કરીના કપૂર ખાન ની  મેડનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

BMCએ ખાર અને બાંદ્રા વિસ્તારમાં હાજર આ ચાર સેલેબ્સના ઘરોને સીલ કરી દીધા છે. BMCના એક અધિકારીએ જણાવ્યું કે કરીના કપૂર, અમૃતા અરોરા અને સીમા ખાનના ફ્લોર સીલ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય બુધવારે કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેલ મલાઈકા અરોરા, આલિયા ભટ્ટનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બોલિવૂડ માં કોરોના નો પગપેસારો, સંજય કપૂર અને સોહેલ ખાન ના ઘર ના આ સભ્યો આવ્યા કોવીડ ની ચપેટ માં; જાણો વિગત

કરણ જોહરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં BMCનો આભાર માન્યો છે અને તેના ઘરે લોકોના એકઠા થવાને પાર્ટી ગણાવવાના સમાચાર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. કરણ જોહરે લખ્યું, 'BMC અમારા શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે પ્રયાસો કરી રહી છે તેના માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેને વંદન કરું છું.કરણે લખ્યું, 'કેટલાક મીડિયા સાથીદારોને કહેવા માંગુ છું કે 8 લોકોના મેળાવડાને પાર્ટી ન કહેવાય, અને મારું ઘર જ્યાં કોવિડને લઈને ખૂબ જ કડક નિયમોનું પાલન કરવામાં આવે છે, તે કોવિડ હોટસ્પોટ નથી. આપણે બધા જવાબદાર છીએ, દરેકે માસ્ક પહેરવું જોઈએ અને આને સહેજ પણ હળવાશથી ન લેવું જોઈએ.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version