Site icon

ભારતની મોટી જીત બાદ કેએલ રાહુલે આ સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડ માટે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર

 બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી ભલે કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા ન મળે પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી છે. અભિનયની સાથે અથિયા પોતાની અંગત જિંદગીને લઈને પણ હેડલાઈન્સમાં  રહે છે. અથિયાનું નામ લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલ સાથે જોડાયેલું છે. બંને ઘણીવાર એકબીજાની તસવીર પર કોમેન્ટ કરતા જોવા મળે છે. જો કે બંનેએ ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા ન હતા, પરંતુ અથિયાના જન્મદિવસના અવસર પર કેએલ રાહુલે એક એવી પોસ્ટ શેર કરી હતી જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓએ તેમના સંબંધો વિશે આખી દુનિયાને જણાવી દીધું છે.

અથિયાએ 5 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર તેમને ઈન્ડસ્ટ્રીના તમામ લોકો તરફથી અભિનંદન મળ્યા હતા. જો કે, તમામનું ધ્યાન ખેંચનારી પોસ્ટ કેએલ રાહુલે કરી હતી. કેએલ રાહુલે ટ્વીટર પર પોતાની અને આથિયાની મસ્તી કરતી એક તસવીર શેર કરી અને તેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મારી આથિયા'. થોડા સમય પહેલા આથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડમાં હતી અને ત્યાંથી તેણે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. આ પહેલા પણ ઈંગ્લેન્ડમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી હતી પરંતુ અથિયાના પિતા સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આથિયા તેના ભાઈ અહાન શેટ્ટી સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી.

અહેવાલો અનુસાર, જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડમાં તેની મેચ માટે રવાના થયો ત્યારે તેણે આથિયા શેટ્ટીને પોતાની સાથે લીધી હતી. કેએલ રાહુલે ઈંગ્લેન્ડ જતા પહેલા BCCI સાથેની વાતચીત દરમિયાન આથિયા શેટ્ટીને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી આ દરમિયાન એરપોર્ટ પર દરેક ખેલાડીએ તેમના પાર્ટનરનું નામ જણાવવાનું હતું જેની સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા. રાહુલે આથિયા શેટ્ટીને પોતાના પાર્ટનર તરીકે નામ આપ્યું હતું.  

TMKOC માં નવા 'નટ્ટુ કાકા'ની એન્ટ્રી, જાણો હવે કોણ કરશે 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' માં જેઠાલાલની મદદ!

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સાથે મળીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને પ્રમોટ કરે છે. જ્યારે સુનીલ શેટ્ટીને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'મને લાગે છે કે તમારે તેની સાથે આ વિશે વાત કરવી જોઈએ, કારણ કે તે બંનેને બ્રાન્ડ દ્વારા પ્રમોટ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે અને મને લાગે છે કે તેઓ બંને સાથે કામ કરે છે. જાહેરાતમાં બંને ગુડ લુકિંગ કપલ છે.

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version