Site icon

એક નક્સલવાદી માંથી કેવી રીતે બન્યા બોલિવૂડના ડિસ્કો ડાન્સર જાણો મિથુન ચક્રવર્તી ના જીવનની રસપ્રદ કહાની

 News Continuous Bureau | Mumbai

આજે મિથુન ચક્રવર્તીનો 72મો જન્મદિવસ (Mithun Chakraborty birthday)છે. મિથુન દા 90ના દાયકાના નંબર વન અભિનેતા રહ્યા છે. તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. મિથુને 1976માં આવેલી ફિલ્મ ‘મૃગયા’ (Mrugaya bollywood debut)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેને લોકપ્રિયતા ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મથી(Disco dancer) મળી હતી. આ ફિલ્મનું ગીત 'આઈ એમ અ ડિસ્કો ડાન્સર' આજે પણ એટલું જ લોકપ્રિય છે. 100 કરોડથી વધુની કમાણી કરનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હતી.

Join Our WhatsApp Community

મિથુન દાનો જન્મ 16 જૂન 1950ના રોજ કલકત્તામાં(Kolkata) થયો હતો.તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય (middle class)પરિવાર હતો, પરંતુ આજે તે પોતાની મહેનત અને ક્ષમતાને કારણે કરોડો ના માલિક છે. B.Sc નો અભ્યાસ કર્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સ્નાતક (graduation)કર્યું. મિથુન નક્સલવાદીઓના જૂથમાં જોડાયા બાદ નક્સલવાદી બની ગયો હતો.તેના નક્સલવાદી(Naxalites) બનવામાં તેના પરિવારને કોઈ વાંધો નહોતો પરંતુ, એક દિવસ મિથુનનો ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. જે બાદ મિથુન ઘરે પરત ફર્યો અને પાછું વળીને જોયું નહીં. જાણે 80નું દશક તેમના નામે હતું. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મિથુન દાની ફિલ્મો સતત ફ્લોપ(flop) થવા લાગી. 1993 થી 1998 સુધી તેમની સતત 33 ફિલ્મો ફ્લોપ રહી. પરંતુ સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ તેની અસર મિથુનના સ્ટારડમ(Mithun stardum) પર પડી નહીં . આ સમયગાળા દરમિયાન પણ મિથુને સતત 12 ફિલ્મો સાઈન કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ટીવી ના જાણીતા અભિનેતા કરણવીર બોહરા સહિત છ લોકો સામે થયો કેસ દાખલ-અભિનેતા અને તેની પત્ની પર લાગ્યો આ આરોપ

મિથુન દાની મુલાકાત યોગિતા બાલી (Mithun married Yogita bali)સાથે ફિલ્મ 'જગ ઊઠા ઈન્સાન'ના સેટ પર થઈ હતી. આવી સ્થિતિમાં બંને શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. યોગિતા અને મિથુનને ચાર બાળકો છે. તેમને ત્રણ પુત્રો મિમોહ, નમાશી અને ઉસ્મય છે અને તેઓએ તેમની પુત્રી દિશાનીને દત્તક(Adopt) લીધી છે. મિથુન ચક્રવર્તીની કુલ સંપત્તિ 282 કરોડ છે. અભિનય ઉપરાંત, તે વ્યવસાય,  શો હોસ્ટ તરીકે અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ ઘણી કમાણી કરે છે.

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version