Site icon

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 22 ફિલ્મોમાં ભજવ્યું હતું વિજય નું પાત્ર-જાણો આ નામ પાછળ ની રમુજી સ્ટોરી

News Continuous Bureau | Mumbai

સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) પોતાના જોરદાર અભિનય અને અનોખી શૈલી(Acting and unique style) માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. બોલિવૂડના શહેનશાહ (Shehanshah Bollywood) છેલ્લા કેટલાક દાયકાઓથી ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. અભિનેતા આ વર્ષે 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. આવી સ્થિતિમાં, આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે, અભિનેતા સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ તમને જણાવી રહ્યા છે, જે ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ અમિતાભ બચ્ચન ની 22 ફિલ્મોમાં એક જ નામ વિજય(Vijay) રાખવા પાછળની ફની સ્ટોરી.

Join Our WhatsApp Community

1969માં અમિતાભ બચ્ચને ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી(Saat hindustani) પોતાના બોલિવૂડ કરિયરની(Bollywood career) શરૂઆત કરી હતી. અભિનેતાની પહેલી જ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી, અમિતાભ ઘણી ફિલ્મોમાં દેખાયા, પરંતુ એવું લાગી રહ્યું હતું કે સફળતાએ તેમનાથી પીઠ ફેરવી લીધી છે અને આવી સ્થિતિમાં તેમણે સતત 12 ફ્લોપ ફિલ્મો આપી. આટલી બધી ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અભિનેતા ખૂબ જ નિરાશ થયો હતો. પરંતુ તે પછી પ્રકાશ મહેરાની ફિલ્મ ‘જંજીર’ રિલીઝ થઇ, જેણે તેનું નસીબ ચમકાવ્યું. આ ફિલ્મ પછી તેમણે  ક્યારેય પાછું વળીને જોયું નથી.વાસ્તવમાં, પ્રકાશ મહેરાની ફિલ્મ ‘જંજીરે’ અમિતાભ બચ્ચનને એક એંગ્રી યંગ મેન તરીકે ઓળખ અપાવી, જે હજુ પણ તેમની સાથે છે. આ ફિલ્મ અગાઉ ઘણા સુપરસ્ટાર્સને ઓફર કરવામાં આવી હતી, પરંતુ રોમેન્ટિક હીરોની ઈમેજ સિવાય કોઈ સ્ક્રીન પર એંગ્રી યંગ મેન બનવા માંગતા ન હતા. બાદમાં આ ફિલ્મ અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી અને તેણે ઈન્સ્પેક્ટર વિજય ખન્નાની ભૂમિકા ભજવી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ. આવી સ્થિતિમાં, આ પછી  22 ફિલ્મોમાં અમિતાભ બચ્ચન નું નામ વિજય જ રાખવામાં આવ્યું. પરંતુ હવે તમે વિચારી રહ્યા હશો કે આ નામમાં શું ખાસ છે, તો ચાલો તમને આનું કારણ જણાવીએ.

આ સમાચાર પણ વાંચો KBC 14- સ્પર્ધકે પૂછ્યું કે શું અમિતાભ બચ્ચન પોતાના પેહરેલા કપડાં ફરી વાર પેહરે છે

બોલિવૂડના શહેનશાહ પર ઘણા પુસ્તકો લખાયા છે. આવી સ્થિતિમાં, એક જાણીતા લેખિકાએ એકવાર કહ્યું હતું કે, ‘આપણા ઉદ્યોગમાં એક રિવાજ છે. જે નામથી કોઈ અભિનેતાની ફિલ્મ સુપરહિટ સાબિત થાય છે, તો મોટાભાગની ફિલ્મોમાં તેનું નામ એ જ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, ‘જંજીર’ સુપરહિટ થયા બાદ અમિતાભ બચ્ચન નું 22 ફિલ્મોમાં વિજય નામ રાખવામાં આવ્યું હતું. તે જ સમયે, જાવેદ અખ્તરે આ સંદર્ભમાં લેખકને કહ્યું હતું કે અમિતાભ બચ્ચન દરેક વસ્તુ પર જીત મેળવતા હતા, કદાચ તેથી જ ફિલ્મોમાં તેમનું નામ વિજય રાખવામાં આવ્યું હતું.

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version