ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
20 ડિસેમ્બર 2020
બૉલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીની હસ્તીઓ અને સ્ટારના કીડ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તો બીજી તરફ સ્ટાર લોકોને પણતેમના મનપસંદ સ્ટાર્સ વિશે જાણવું ગમતું હોય છે જેમ કે તેઓ ક્યાં રહે છે?, તેઓ શુંખાય છે?, તેમની ડ્રેસિંગ સ્ટાઇલ્સ, તેમની રહેણીકરણી, તેમનાજીવનની પહેલી કમાણી વગેરે વગેરે… તેમની જેમ સ્ટાર કિડ હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે. પરંતુ અમુક વસ્તુ તમને ખબર નહી હોય તે છે તેમનું ભણતર. આપણે સ્ટારકીડના ટેલેન્ટ વિષે જાણતા હોય છે. સ્ટાર કિડને ફેશન ફિલ્મો અને ગુડ લુક્સની વાત તો કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, તે કેટલા ભણેલા-ગણેલા છે ? આજે અમે તમને જણાવીશું તે સ્ટાર કિડ કેટલા ભણેલા ગણેલા છે.
1.સુહાના ખાન
સૌથી ચર્ચિત સ્ટાર કિડમાં સુહાના ખાન એટલે કે કિંગ ખાનની દીકરીનું નામ મોખરે છે. સુહાના ખાને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી તેને સ્કૂલનું ભણતર પૂરું કર્યું હતું. આ સિવાય સુહાના ઇંગ્લેન્ડની એરંડિગલી કોલેજમાં ભણી છે. સુહાના ખાન આજકાલ ન્યુયોર્ક યુનિવર્સીટીમાંથી એક્ટિંગ ટ્રેનિંગનો કોર્સ કરી રહી છે. સુહાના ખાન અંડર 14 એજ ગ્રુપમાં સ્કૂલની ફૂટબોલ ટીમનો ભાગ પણ રહી ચુકી છે.

2. આલિયા ફર્નિચરવાલા
અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયાએ જમનાબાઈ નર્સરી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ લીધું હતું. આ સિવાય તેણે લંડન ફિલ્મ એકેડેમીથી ફિલ્મ આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે. આલિયાએ 'જવાની જાનેમન'માં સૈફ અલી ખાન સાથે કામ પણ કર્યું છે.

3.આર્યન ખાન
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પણ ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યું હતું. આ બાદ લંડનના સેવનઓક્સ સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યું હતું. 2016માં આર્યન ખાને યુનિવર્સીટી ઓફ સર્દન કૈલોફોર્નિયામાં ફિલ્મ સ્કૂલમાં એડમિશન લીધું છે.

4.જાહ્નવી કપૂર
બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી શ્રી દેવીજી ની દીકરી જાહ્નવી કપૂર નું નામ તે લિસ્ટમાં શામેલ છે જે સ્ટાર કિડ ધીરૂભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યું છે. જાહ્નવી કપૂરે બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા કૈલિફોર્નિયામાં એક્ટિંગ કોર્સ કર્યો હતો. જાહ્નવી ખાન સ્ટ્રેસબર્ગ થીએટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વિધાર્થી રહી ચુકી છે.

5.ખુશી કપૂર
જાહ્નવી કપૂરની જેમ ખુશી કપૂરે પણ તેનું ભણતર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરું કર્યું છે. હાલ તે ન્યુયોર્કની ફિલ્મ એકેડેમીમાં ભણી રહી છે. ખુશીને મોડેલિંગમાં વધુ રસ છે. તેથી તે તેની કરિયર મોડેલિંગમાં જ બનાવવા માંગે છે.

6.અનન્યા પાંડે
અનન્યા પાંડેએ પણ તેના સ્કૂલનું ભણતર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરું કર્યું છે. આ બાદ તેને કરિયર બનાવવા માટે ભણવાનું છોડી દીધું હતું. ભણવાને લઈને આગળના પ્લાન્સ વિષે અનન્યાએ કંઈ પણ જણાવ્યું નથી.

7.સારા અલી ખાન
સારા અલી ખાન તેના સ્કૂલનું ભણતર મુંબઈની પ્રખ્યાત બેસેટ મોંન્ટેસરી સ્કૂલમાંથી પૂરું કર્યું છે. તેણે કોલમ્બિયા યુનિવર્સીટીમાં હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

8.નવ્યા નવેલી નંદા
નવ્યા નવેલી નંદા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.થોડા સમય પહેલા અમિતાભ બચ્ચનએ નવ્યાના ગ્રેજયુએટ થવા પર ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી હતી. નવ્યાએ લંડનની સેવેન ઓક્સ સ્કૂલમાંથી ભણતર પૂરું કર્યું હતું. આ સિવાય ન્યુયોર્કની ફોર્ડહમ યુનિવર્સીટીમાંથી હાલમાં જ ગ્રેજ્યુએટ કર્યું છે.

9.પ્રનુતન બહલ
મોહનીશ બહલની પુત્રી પ્રનુતન અત્યાર સુધીમાં માત્ર એક જ ફિલ્મ 'નોટબુક'માં જોવા મળી હતી. તેણે મુંબઈની જોન કેનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે મુંબઇની સરકારી લો કોલેજમાંથી લીગલ સાયન્સ અને લોમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલએમ કર્યું અને માસ્ટર ડિગ્રી મેળવી. પ્રનુતન એક વકીલ છે.

