News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી શો માં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સની દેઓલ, બોબી દેઓલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સારા અલી ખાન, કાજોલ, રાની મુખર્જી, સિદ્ધાર્થ રોય કપૂર સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે. હવે શો ના આગામી એપિસોડ માં ફિલ્મ ‘સિંઘમ 3’ના ડિરેક્ટર રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગન જોવા મળશે. આ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે.
કોફી વિથ કરણ 8 નો પ્રોમો વિડીયો
‘કોફી વિથ કરણ 8’નો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આમાં કરણ જોહર ડિરેક્ટર રોહિત શેટ્ટી અને એક્ટર અજય દેવગન ને મજેદાર પ્રશ્નો પૂછતો જોવા મળે છે શો ના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે અજય દેવગનને પૂછ્યું, ‘તમે ક્યારેય કોઈ પાર્ટીમાં કેમ નથી દેખાતા?’ અજય કહે છે, ‘કારણ કે લોકો મને પાર્ટીઓમાં બોલાવતા નથી.’ કરણ આગળ પૂછે છે, ‘તમે ક્યારેય પાપારાઝી ને એરપોર્ટ પર કેમ જોવા મળતા નથી?’ અજય હસીને કહે છે, ‘કારણ કે હું ક્યારેય પેપ્સને ત્યાં બોલાવતો નથી.’ ત્યારબાદ કરણ પૂછે છે ‘જો કાજોલ તમારી સાથે વાત નથી કરતી તો તેનું કારણ શું છે?’ આના પર અજયકહે છે, ‘હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે તે મારી સાથે વાત ન કરે. આ પછી કરણ જોહર હસવા લાગે છે. આ પછી કરણે અજયને પૂછ્યું કે શું ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ દુશ્મન છે? તો અજયે કહ્યું- ‘એક સમયે તમે હતા…’ અજયનો જવાબ સાંભળીને રોહિત શેટ્ટી હસવા લાગે છે.
View this post on Instagram
આ રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ રોહિતને ત્રણ સવાલ પૂછે છે અને રોહિત ત્રણેય સવાલોના જવાબમાં રણવીર સિંહનું નામ લે છે.
આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાન ને એકસાથે જોઈ લોકો ને આવી શાહરુખ ઐશ્વર્યા ની ફિલ્મ ‘જોશ’ ની યાદ,જુઓ સ્ટારકિડ નો વાયરલ ડાન્સ વિડીયો