Site icon

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં અજય દેવગને કાજોલ અને તેના વિશે કહી એવી વાત કે જોતો રહી ગયો કરણ જોહર, વિડીયો થયો વાયરલ

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 નો આગામી એપિસોડ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં અજય દેવગણ અને રોહિત શેટ્ટી જોવા મળશે. આ દરમિયાન અજય દેવગને કાજોલ વિશે એવો જવાબ આપ્યો કે કરણ જોહર પણ હસી પડ્યો.

koffee with karan 8 ajay devgan gave funny answer to karan johar question video goes viral

koffee with karan 8 ajay devgan gave funny answer to karan johar question video goes viral

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી શો માં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સની દેઓલ, બોબી દેઓલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સારા અલી ખાન, કાજોલ, રાની મુખર્જી, સિદ્ધાર્થ રોય કપૂર સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે. હવે શો ના આગામી એપિસોડ માં ફિલ્મ ‘સિંઘમ 3’ના ડિરેક્ટર રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગન જોવા મળશે. આ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

કોફી વિથ કરણ 8 નો પ્રોમો વિડીયો 

‘કોફી વિથ કરણ 8’નો નવો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આમાં કરણ જોહર ડિરેક્ટર રોહિત શેટ્ટી અને એક્ટર અજય દેવગન ને મજેદાર પ્રશ્નો પૂછતો જોવા મળે છે શો ના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે અજય દેવગનને પૂછ્યું, ‘તમે ક્યારેય કોઈ પાર્ટીમાં કેમ નથી દેખાતા?’ અજય કહે છે, ‘કારણ કે લોકો મને પાર્ટીઓમાં બોલાવતા નથી.’ કરણ આગળ પૂછે છે, ‘તમે ક્યારેય પાપારાઝી ને એરપોર્ટ પર કેમ જોવા મળતા નથી?’ અજય હસીને કહે છે, ‘કારણ કે હું ક્યારેય પેપ્સને ત્યાં બોલાવતો નથી.’ ત્યારબાદ કરણ પૂછે છે ‘જો કાજોલ તમારી સાથે વાત નથી કરતી તો તેનું કારણ શું છે?’ આના પર અજયકહે છે, ‘હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે તે મારી સાથે વાત ન કરે. આ પછી કરણ જોહર હસવા લાગે છે. આ પછી કરણે અજયને પૂછ્યું કે શું ઈન્ડસ્ટ્રીમાં તેનો કોઈ દુશ્મન છે? તો અજયે કહ્યું- ‘એક સમયે તમે હતા…’ અજયનો જવાબ સાંભળીને રોહિત શેટ્ટી હસવા લાગે છે.


આ રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ રોહિતને ત્રણ સવાલ પૂછે છે અને રોહિત ત્રણેય સવાલોના જવાબમાં રણવીર સિંહનું નામ લે છે.

આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાન ને એકસાથે જોઈ લોકો ને આવી શાહરુખ ઐશ્વર્યા ની ફિલ્મ ‘જોશ’ ની યાદ,જુઓ સ્ટારકિડ નો વાયરલ ડાન્સ વિડીયો

 

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version