Site icon

શાહરૂખ ખાન સાથે છે કોફી વિથ કરણ 8 ની શરૂઆત! કાઉચ પર બેસશે આ સાઉથ સેલેબ્સ

કોફી વિથ કરણ સીઝન 7 હિટ સાબિત થઈ અને હવે કરણ જોહર તેની 8મી સીઝન માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, આ શો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ થશે, જેની શરૂઆત શાહરૂખ ખાન કરશે.

koffee with karan 8 shah rukh khan yash allu arjun rishab shetty can make their appearance on karan johar chat show

શાહરૂખ ખાન સાથે છે કોફી વિથ કરણ 8 ની શરૂઆત! કાઉચ પર બેસશે આ સાઉથ સેલેબ્સ

News Continuous Bureau | Mumbai

ફિલ્મ નિર્માતા કરણ જોહર તેના ફેમસ ચેટ શો કોફી વિથ કરણ દ્વારા ફરી એકવાર કમબેક કરવા જઈ રહ્યા છે. કોફી વિથ કરણ 7 હિટ સાબિત થઈ અને ત્યારથી દર્શકો તેની આગામી સિઝન માટે ઉત્સાહિત હતા. કોફી વિથ કરણ સીઝન 8 ને લઈને ઘણા પ્રકારના સમાચારો આવવા લાગ્યા છે. એક તરફ જાણવા મળ્યું છે કે શો ક્યારે શરૂ થશે તો બીજી તરફ તેના ગેસ્ટને લઈને પણ કેટલાક અહેવાલો સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન કોફી વિથ કરણ 8 શરૂ કરશે, જેમાં પઠાણ વિશે ઘણી વાતો થશે.

Join Our WhatsApp Community

 ક્યારે શરૂ થઇ શકે છે કોફી વિથ કરણ 8?

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ અનુસાર, કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની આઠમી સીઝન ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સીઝન 8ની શરૂઆત બોલિવૂડના કિંગ ઓફ રોમાંસ કહેવાતા અભિનેતા શાહરૂખ ખાન કરશે. શાહરૂખ ખાન કોફી વિથ કરણની દરેક સીઝનમાં હાજરી આપે છે, પરંતુ તે સીઝન 7માં જોવા મળ્યો ન હતો.

આ સમાચાર પણ વાંચો :   શું આ ઉંમરે અનુજના બાળકની માતા બનશે અનુપમા? શો માં થઇ શકે છે આ સ્ટાર્સ ની એન્ટ્રી! આવી શકે છે જબરદસ્ત ટ્વિસ્ટ

આ સેલેબ્સ આપશે હાજરી

કોફી વિથ કરણની શરૂઆતની સીઝનમાં માત્ર બોલિવૂડ સેલેબ્સ જ હતા, પરંતુ તે સીઝન 7 થી બદલાઈ ગઈ. કોફી વિથ કરણ 7માં સામંથા રૂથ પ્રભુ અને વિજય દેવરાકોંડા પણ જોવા મળ્યા હતા. અને હવે કોફી વિથ કરણ 8 માં, આ શ્રેણી ચાલુ રહેશે અને આ વખતે દક્ષિણના સેલેબ્સ એક્શનમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ વખતે શોમાં યશ, અલ્લુ અર્જુન અને રિષભ શેટ્ટી પણ તેમના લાઈફ પાર્ટનર સાથે જોવા મળી શકે છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version