News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ ની આઠમી સીઝન અત્યારે ધૂમ મચાવી રહી છે. કરણ જોહર નો આ ચેટ શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ શો ના ચાર એપિસોડ રિલીઝ થઇ ચુક્યા છે. આ શો માં દીપિકા-રણવીર, સની દેઓલ-બોબી દેઓલ,સારા અલી ખાન-અનન્યા પાંડે અને કરીના કપૂર-આલિયા ભટ્ટ કરણ જોહર ના સવાલો ના જવાબ આપતા જોવા મળી ચુક્યા છે. હવે આ શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કરણ જોહર સિદ્ધાર્થ અને વરુણને રસપ્રદ પ્રશ્નો પૂછી રહ્યો છે.
કોફી વિથ કરણ નો નવો પ્રોમો
કરણ જોહરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કોફી વિથ કરણ’નો નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન જોવા મળશે આ બંને કલાકારો તેમની ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના લગભગ 11 વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર જોવા મળશે. આ વિડીયો માં જ્હાન્વી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, અજય દેવગણ, કાજોલ, રાની મુખર્જી જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. અને તેઓ કરણ જોહર ના સવાલો ના મજાકિયા જવાબ આપી રહ્યા છે.
View this post on Instagram
કરણ જોહર ના ચેટ શો ‘કોફી વિથ કરણ સીઝન 8’ માં આગામી એપિસોડ માં અજય દેવગન, રોહિત શેટ્ટી, રાની મુખર્જી, કાજોલ, કિયારા અડવાણી, વિકી કૌશલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાન્હવી કપૂર જેવા ઘણા કલાકારો જોવા મળશે. આ શો ના ચોથા એપિસોડમાં કરીના કપૂર અને આલિયા ભટ્ટ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત